________________
‘નમા ગ્ર ંતા આવી મિલે, મન ભીતર ભગવાન'
વળી, પ્રભુએ તો આપણા સૌની સાથે આત્મભાવ કેળવેલો છે.
‘સવ્વમૂત્રનુસ’ ભગવાનનું આ વિશેષણ છે.
‘મારી સાથે તન્મય થવા માંગતો હોય તો હે આત્મન્ ! તું જગતના સર્વજીવો સાથે તન્મય બન.’ એમ પ્રભુ કહે છે.
પ્રશ્ન ઃ ભગવાન સાથે એક થવાય, પણ સર્વજીવો સાથે એક કેમ થવાય ?
ઉત્તર ઃ હું તો ત્યાં સુધી કહું છું : સર્વજીવોમાં સિદ્ધોનું રૂપ જુઓ. પછી જ અંદરની ગાંઠ ખુલશે. કુંડલી – ઉત્થાન કાંઈ સહેલું નથી. પણ વાંધો નહિ. શરૂઆત કરીશું તો કોઈક સમયે, કોઈક ભવમાં જરૂર ફળશે. ધીરજ જોઈએ.
* શશીકાંતભાઈ : આત્માને જગાડે, સંભાળે તે આશા.
નમો અરિહંતાણં (અરિહંત + આણં)
પાંચેય પરમેષ્ઠીઓની આજ્ઞાને પણ નમસ્કાર.
અત્યમયી ચેતના જ બધા જ કારણોનું પરમ કારણ છે. તે જ સર્વજ્ઞ, સર્વશક્તિમયી, સર્વ અન્તર્યામી, સર્વ ક્ષેત્ર-કાળ વ્યાપિની છે. માટે જ એ મધુર પરિણામ લાવે છે.
આ નવકારમાં યોગીઓનો યોગ, ધ્યાનીઓનું ધ્યાન, જ્ઞાનીઓનું જ્ઞાન, ભક્તોની ભક્તિ અને આરોધકોની આરાધના સમાવિષ્ટ છે.
૪૫૦ ... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org