________________
શશિકાંતભાઈ ! તમારા માટે સમાધિશતક ગ્રંથ શ્રેષ્ઠ છે.
: અધ્યાત્મ ગીતા
અધ્યાત્મનું જ્ઞાન નહિ, અધ્યાત્મપૂર્ણ જીવન હોવું ઘટે. તો જ આમૂલચૂલ પરિવર્તન આવે. વારંવાર એનો અભ્યાસ કરતા રહો. ઊંડા સંસ્કારો પડશે.
જગતની સર્વ ક્રિયાઓમાં ચૈત્યવંદન, દેવવંદન, શ્રાવક-સાધુના આચારો સૌથી શ્રેષ્ઠ અધ્યાત્મ છે.
જે તમને તમારા સ્વરૂપ તરફ લઈ જાયતે અધ્યાત્મ છે. વિરતિ વિના સાચું અધ્યાત્મ ન આવી શકે. રુચિ હોય તો અવિરતિમાં બીજમાત્રરૂપે અધ્યાત્મ હોઈ શકે. વળી, તે અધ્યાત્મ મૈત્યાદિ ભાવથી યુક્ત હોવું જોઈએ.
આ અધ્યાત્મ – ગીતા એમાં સહાયક બનશે.
* જેટલો ઉપયોગ સ્વરૂપમાં હોય તેટલો કર્મબંધ અટકે.
‘સમભિરૂઢ નય નિરાવરણી, જ્ઞાનાદિક ગુણ મુખ્ય, ક્ષાયિક અનંત ચતુષ્ટયી ભોગ મુગ્ધ અલક્ષ્ય; એવંભૂત નિર્મળ સકલ સ્વધર્મ પ્રકાશ,
પૂરણ પર્યાયે પ્રગટે, પૂરણ શક્તિ વિલાસ...'' ।।૧૦।।
સંગ્રહ નય સ્થૂલ છે. પછી ઉત્તરોત્તર નયો સૂક્ષ્મ થતા જાય છે. એવંભૂત નય એકદમ સૂક્ષ્મ છે. અનુક્રમે વ્યાખ્યા સૂક્ષ્મ બનતી જાય છે.
સંગ્રહ નય કે નૈગમ નય આપણને કહી દે : તું સિદ્ધસ્વરૂપી છે, તે ન ચાલે, એવંભૂત કહે ત્યારે ખરું ! છતાં એટલું ચોક્કસ કે સંગ્રહ અને નૈગમ નય આપીને વિશ્વાસ આપે છે ઃ તું સિદ્ધસ્વરૂપી છે. તું બકરી નથી, સિંહ છે. તું પત્થર ભલે દેખાય, પણ તારામાં પ્રતિમા છુપાયેલી છે. હું તે જોઈ રહ્યો છું.
શિલ્પી જેમ જેમ ટાંકણા મારતો જાય તેમ તેમ પત્થરમાંથી પ્રતિમા પ્રગટતી જાય. ક્યાં સુધી ટાંકણા મારે ? જ્યાં સુધી પૂર્ણ પ્રતિમા ન બને. ગુરુની શિક્ષા ક્યાં સુધી ? જ્યાં સુધી આપણામાં પૂર્ણતા ન પ્રગટે.
સમભિરૂઢ નય તો કેવળજ્ઞાનીને પણ સિદ્ધ માનવા તૈયાર નથી. હજુ અઘાતી કર્મ, હજુ ૮૫ કર્મ – પ્રકૃતિ સત્તામાં પડી છે. એ તો સિદ્ધશિલામાં જીવ જાય ત્યારે જ સિદ્ધ માને.
૪૩૦ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org