________________
અનુસંધાન ક્યાંથી રહે?
અનુસંધ્યાનાત્મિકા ભક્તિ જોઈએ. ૪ પૂજા અંગ - અગ્ર - ભાવ-પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ પૂજા એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન રૂપ પૂજા આવે. તો ભગવાન સાથે અભેદ સધાય.
ગાથા – ૧૮.
* ભગવાનનું ચરિત્ર યથાખ્યાત છે. ક્યાંય ન્યૂનતા નહિ. * અનંત વિજ્ઞાન: જ્ઞાનાતિશય, અતીતદોષ: અપાયાપગમાતિશય.
અબાધ સિદ્ધાંતઃ વચનાતિશય, અમર્યપૂજ્યઃ પૂજાતિશય. આ ચાર વિશેષણો કલિકાલ સર્વશે આપ્યા છે.
ગાથા – ૧૯. * માત્ર જ્ઞાનાદિની નહિ, પ્રભુ! આપની સાથે મારે ઓતપ્રોતની જરૂર છે.
ખેતરમાં પાક થઈ જાય પછી વરસાદની જરૂર નથી તેમ, આપની સાથે ઓતપ્રોત થઈ ગયા પછી આપની જરૂર નથી.
ગાથા – ૨૦. જ્ઞાન યથા....
રત્નનું તેજ કાચમાં ન આવે. પ્રભુ! આપના જેવું કેવળજ્ઞાનનું તેજ બીજા દેવોમાં ન હોઈ શકે.
એક જ દેવ ઉપાસ્ય જોઈએ. એક સાથે ઘણા દેવ-દેવીઓની ઘણીવાર આરાધના કરીએ છીએ. આપણે ભલે બીજાનો અનાદર કરીએ, પણ સાથે સાથે સમકક્ષ પણ ન બનાવીએ.
અમેરિકા આદિમાં અરિહંતની મૂર્તિ સાથે બીજી અનેક મૂર્તિઓ જોવા મળે. તેઓ કહેઃ અમે તો બધાને માનીએ. હું કહું આમ અરિહંતની ભક્તિ ન થાય, ન ફળે.
ગાથા – ૨૧. પૂ. આચાર્યશ્રી...
પ્રભુ! આપને જોયા પછી કોઈ જોવા લાયક લાગતું નથી. મારું મન આ ભવમાં જ કહે કલાપૂર્ણસૂરિ .........
... ૪૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org