________________
તેમ ભગવાન્ ! તમારી પાસે હું તમારા જેવો ન બનું? ભગવન્! સંસારના આ નિયમનું ઉલ્લંઘન થાય છે. ભગવન્! આપ મને આપના જેવો બનાવો. “મૃત્યુનો વિચાર વૈરાગ્ય લાવે, મોક્ષનો વિચાર મૈત્રી લાવે.” – એમ પૂ. પં. ભદ્રંકરવિ. મ. ઘણીવાર કહેતા.
ગાથા – ૧૧. * પ્રભુ-દર્શન થાક ઉતારે. પ્રભુ-દર્શનથી બધા પ્રશનો વિલીન બને.
દર્શન દેવદેવસ્ય......કેવું દર્શન...? સાત દર્શનઃ અણુ - જગત - તત્ત્વ - ધર્મ - કર્મ - આત્મ - પરમાત્મ દર્શન.
પ્રદૂષણ સંસારમાં છે. પરમાત્મદર્શનમાં ઓક્સિજન જ છે. * પ્રભુનું મિલન ન હોય ત્યાં બીજા કોઈનું મિલન પણ ખરું નથી હોતું
* પ્રભુનું દર્શન કરે તે દર્શનીય બને પ્રભુનું સ્તવન કરે તે સ્તવનીય બને.
પ્રભુનું પૂજન કરે તે પૂજનીય બને. ૧૨. પ્રભુનું સૌંદર્યદેહનું નહિ, સમાધિનું છે.
સૌંદર્યદર્શનથી આપણી અંદર પણ સમાધિનું, સમતાનું અવતરણ થાય છે. - ૧૨મીથી ૨૦મી ગાથામાં સૂરિમંત્ર રહેલો છે. દિવાળીમાં જાપ કરાય, એમ પૂ. પં. મ. કહેતા.
અલ્પશ્રત કૃતવતાં ગાથામાં જ્ઞાનનો મંત્ર છે. વિદ્યાર્થીઓને પંન્યાસજી મ. ખાસ ગણવાનું કહેતા.
ગાથા ૧૩.
ભગવાનના ૪ અતિશયો તેમને ત્રિભુવન નાયક બનાવે છે. અપાયાપગમાતિશય આદિ ૪ ભાવનાઓથી આવેલા છે.
મૈત્રીથી અપાયાપગમાતિશય, પ્રમોદથી પૂજાતિશય
કહે કલાપૂર્ણસૂરિ
...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org