________________
ભક્ત ભગવાનથી વિભક્ત બને ત્યારે જ દોષો હોઇ શકે. નહિ તો ભગવાનમાં ન હોય તે દોષો ભક્તમાં ક્યાંથી આવે?
ગાથા - ૪૩. ૪૪. પૂજ્યશ્રી:
પહેલા ગુણોનું પછી નામના પ્રભાવનું વર્ણન આવ્યું. છેલ્લે ઉપદ્રવો ટાળવાના પ્રભાવનું વર્ણન આવ્યું. રાગરૂપી સિંહ, દ્વેષરૂપી હાથી, ક્રોધરૂપી દાવાનળ, કામરૂપી સંગ્રામ, લોભરૂપી સમુદ્ર, મોહરૂપી જલોદર, કર્મબંધનરૂપ બેડી – આ બધું પ્રભુ-નામના પ્રભાવથી ટળે છે. એ પોતે જ ભગવાન જોઈને ભય પામીને ભાગી જાય; જેમ સિંહને જોઈને હાથી ભાગે.
પ્રભુની આ સ્તુતિ - માળા જે કંઠમાં ધારણ કરશે તે કેવળજ્ઞાન - લક્ષ્મી મેળવશે, એમ માનતુંગસૂરિજી કહે છે. સોમવાર, ધોકો, આ. વદ – ૦)), ૮-૧૧-૯૯. : નવકાર આરાધના : શશિકાંતભાઈ.
નમો તિત્ય' કહી ભગવાન પણ નમે, એવું તીર્થ ત્રણ પ્રકારે છેઃ ૧) પ્રથમ ગણધર, ૨) ચતુર્વિધ સંઘ, ૩) દ્વાદશાંગી.
નવકારમાં તીર્થ, તીર્થકર અને તીર્થકરનો માર્ગ આ ત્રણેય છે. પ્રભુએ આપવા જેવું બધું જ આપી દીધું. શું બાકી રહ્યું? કેટલો ઉપકાર?
ચતુર્વિધ સંઘની ચેતના પંરા પરમેષ્ઠીની ખાણ છે, માટે જ સંઘ ૨૫મો તીર્થકર છે, નવકારનો આરાધક સંઘનો અનાદરન કરે
નવકારદોષત્રયીને (રાગ-દ્વેષ-મોહને) રત્નત્રયી દ્વારા કાઢે. કાલત્રયીને (ભૂતભાવિ-વર્તમાનને) તત્ત્વત્રયી (વ-ગુરુ-ધર્મ) દ્વારા કાઢે.
* ભગવાનનું શાસન મળ્યું શાસનસ્થિત સાધુ અને નમસ્કાર મળ્યા. હવે શું જોઈએ? (એક માળા પછી..)
સર્વ મંત્ર શિરોમણી, મહામંત્રનવકાર; સમરતાં સુખ ઉપજે, જપતાં જય જયકાર... માલો ઊગે સૂરજ સુખનો, ન રહેદીનને હીન;
છે કલાપૂર્ણસૂરિ
...
•.. ૪૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org