________________
એકવાર દુર્ગતિમાં ગયા પછી ફરી માનવ બની આવી સામગ્રી મળવી હાથની વાત
નથી.
‘થશે. શું ઉતાવળ છે ?’ ઈત્યાદિ વિકલ્પો કાયરને આવે, શૂરવીરને નહિ. ધર્મનો માર્ગ શૂરવીરનો છે.
અત્યારે ૮ કર્મનો ઉદય અને ૭ કર્મનો બંધ ચાલુ છે. આયુષ્ય વખતે ૮ કર્મનો બંધ હોય છે.
આમ કર્મના હુમલા ચાલુ હોય ને આપણે નિરાંતે ઘોરીએ તો તે કેમ ચાલે ? માત્ર બેઠા-બેઠા જીત મળી જશે ? ઊંઘતો સૈનિક જીતી જશે ?
શિસ્તપાલક સાવધ સૈનિક વિજયમાળા વરી શકે તેમ સાવધ સાધક વિજયમાળા વરી શકે.
અહીં પ્રમાદ ન ચાલે.
* ભલે બધા આગમો – શાસ્ત્રો ન વાંચી શકીએ, પણ અમુક અસ્યભૂત શાસ્ત્રો તો ખાસ વાંચવા જોઈએ.
પ્રભુદાસ બેચરદાસ કૃત આનંદધન – ચોવીશીના અર્થનું પુસ્તક જોજો. પૂરો નકશો બતાવ્યો છે કે આમાં માર્ગાનુસારીથી માંડીને ઠેઠ અયોગી ગુણસ્થાનક સુધીનો વિકાસક્રમ શી રીતે મૂકેલો છે.
આવી આવી કૃતિ તો કંઠસ્થ હોવી જોઈએ.
* બે પ્રકારની પરિજ્ઞા છે.
૧. જ્ઞપરિક્ષાઃ જાણવું... ગ્રહણશિક્ષા...
૨. પ્રત્યાખ્યાન પરિક્ષાઃ જીવવું... આસેવન શિક્ષા...
* જે ગુણનો તમે વિનિયોગ નથી કરતા તે ગુણ ભવાંતરમાં સાથે નહિ ચાલે. જે બીજાને આપો છો તે જ તમારું છે.
* ૧. પ્રવજ્યા (ઓઘો આપવો.)
૨. મુંડન. ૩. શિક્ષા.
૪. ઉપસ્થાપના. ૫. સહ ભોજન.
૪૨૮
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org