________________
ગુરુવાર, આ. વદ – ૧૧, ૪-૧૧-૯.
* ભગવાને શ્રાવક અને સાધુનાબે ધર્મએટલા માટેબતાવ્યા છે, કે સોયથાશક્તિ ધર્મની આરાધના કરે, કોઈ શક્તિથી વધુ કરીને વિરાધના કરી પાપના ભાગીદારનબને
* ભગવાનથી કહેવાયેલા અનુષ્ઠાનો કરતાં ભગવાન યાદ આવવા જોઈએ. ગુરુ - કથિત કાર્ય કરતાં ગુરુ યાદ આવે તેમ ભગવાન યાદ આવવા જોઈએ. “મારામાં ક્ષમતા નથી, પણ ગુરુના પ્રભાવે મને સફળતા મળે છે.' એમ આપણે માનીએ છીએ, તેમ ભગવાનના અનુષ્ઠાનમાં પણ વિચારવું.
* ભગવાન જે અનુષ્ઠાન બતાવે તે મુક્તિ-સાધક જ હોય, સંસારવર્ધક એક પણ અનુષ્ઠાન જૈન દર્શનમાં જોવા નહિ મળે. હા, હેય તરીકે જરૂર જોવા મળશે. ત્યાજ્ય તરીકે ન બતાવે તો ત્યાગ પણ શી રીતે થશે?
* પાપનો અભ્યાસ અનાદિકાળનો છે. પુણ્ય, સંવર, નિર્જરાનો અભ્યાસ નવો છે.
માટેજ આટલું બધું સાંભળવા છતાં ખરા પ્રસંગે આ બધું ભૂલાઈ જાય છે, આવેશમાં કાંઈ યાદ રહેતું નથી. અનાદિ અભ્યસ્ત સંસ્કારો આપણા પર સવાર થઈ જાય છે.
વળી, મોક્ષમાં ક્યાં આપણે જલ્દી જવું છે? શાન્તિથી બેઠા છીએ. જો મોક્ષમાં જલ્દી જવું હોય તો સુવિહિત અનુષ્ઠાનોમાં કેટલો વેગ આવે?
મોક્ષ – પ્રાપ્તિમાં જેટલો વિલંબ, દુર્ગતિના દુઃખો તેટલા અધિક, આટલું બરાબર સમજી રાખો. કહે કલાપૂર્ણસૂરિ ......
- ૪૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org