________________
* કમ ખાના - તનનો વિજય - આયુર્વેદનો સાર "
ગમ ખાના - મનનો વિજય - નીતિશાસ્ત્રનો સાર. નમ જાના – સર્વનો વિજય - ધર્મશાસ્ત્રનો સાર.
* ગૃહસ્થપણામાં અમે ત્રણ ટાઈમ વાપરતા. વડીદીક્ષા વખતે એક વર્ષ પછી) પૂ. આ. કનકસૂરિજીને રાધનપુરમાં મળ્યા. બધા સાધુઓને એકાસણા કરતા જોઈને અમે પોતાની મેળે એકાસણા કરતા થઈ ગયા. એ
કોઈએ કહ્યું નહોતું. ફોર્સ નહોતો કર્યો. એકાસણાની પોતાની મેળે આદત પડી ગઈ. ધર્મ બળાત્કાર કરવાની ચીજ નથી.
પછી તો એકાસણાનોઅભિગ્રહકર્યો. ચાહે ઉપવાસ, છઠ્ઠ, અષ્ઠમકે એઠાઈનું પારણું હોય, પણ એકાસણું જ. જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી એકાસણું કર્યું. સંઘ વગેરેમાં તો કેટલીયેવાર બપોરે ૩ કે ૪ વાગે પણ એકાસણા ક્ય છે.
જ્ઞાનની પરંપરા છે, તેમ તપ અને સંયમની પણ પરંપરા છે. આપણે કરીશું તો જ આ પરંપરા ચાલશે. અધ્યાત્મગીતા :- *
* કોઈ વ્યક્તિને મળવું હોય તો પાકું સરનામું મેળવવું પડે. ભગવાનને આપણે મળવું છે, પણ ભગવાનનું સ્વરૂપ જાણવાની કોઈ જ તાલાવેલી નથી. આત્મા મેળવવો છે, પણ આત્મા અંગે કોઈ જાણવાની ઈચ્છા નથી. શી રીતે મળશે આત્મા કે પરમાત્મા ? આખી દુનિયાને તમે જાણવા ઈચ્છો છો એક માત્ર તમારી જાતને-આત્માને છોડીને.
* જૈનદર્શન સાત નયથી શુદ્ધ આત્માને ઓળખાવે છે. સંગ્રહ - એક જ આત્મા છે. સર્વત્ર બ્રહ્મ છે – એવો અદ્વૈતવાદ અહીંથી નીકળ્યો છે. નગમ:- તમારામાં શુદ્ધતાનો એક અંશ છે. તો પણ હું તમને શુદ્ધ આત્મા માનીશ. ચિંતા નહિકરતા. વ્યવહાર:- નહિ, આત્માકર્મસહિત અને કર્મરહિત એમ અનેક ભેદવાળો છે. હું ભેદમાં માનું છું. ઋજુસૂત્ર - તમારો ઉપયોગ સિદ્ધમાં હોય તો જ સિદ્ધસ્વરૂપ માનું. શબ્દઃ- આત્મસંપત્તિ પ્રગટાવવાની ભાવના હોય ત્યારે જ માનું. સમભિરૂઢ - કેવળજ્ઞાન થયું હોય તો જ માનું
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૪૦૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only