________________
(૨) અપરિણત : અપવાદ માર્ગી : કાચી રોટલી. શક્તિ જેટલું પણ નહિ કરનાર. (૩) પરિણત : સમતોલ. પાકી રોટલી. શક્તિ પ્રમાણે કરનાર.
કેવળી ભગવંતે જે જ્ઞાનથી જોયું, તેનાથી અન્યથા વિધાન કરવાથી જિનાભંગાદિ દોષો લાગે છે. આ દોષ પ્રાણાતિપાતાદિથી પણ વધી જાય. કારણકે અહીં ભગવાન પ્રત્યે અશ્રદ્ધા થઈ. પોતાની જાત કે પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા થઈ, ભગવાન
પર ન થઈ.
‘ભગવાન ભૂલ્યા’ એ શબ્દ ક્યારે નીકળે ? મિથ્યાત્વનો ઘોર ઉદય હોય ત્યારે ‘ભગવાન ભૂલ્યા’ એવું વાક્ય જમાલિ ભગવાનની હાજરીમાં બોલેલા. આભિનિવેશિક મિથ્યાત્વથી ગ્રસ્ત બન્યા.
ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ પાપ નથી.
પ્રશ્ન : બીજી (જૈનેતર) ધ્યાન પદ્ધતિમાં મિથ્યાત્વ લાગે ?
ઉત્તર : બીજી ધ્યાન પદ્ધતિ સ્વીકારવાનુ મન ક્યારે થાય ? ભગવાન પર અશ્રદ્ધા થાય ત્યારે
મારી પાસે બીજી ઘણી ધ્યાન-પદ્ધતિઓ આવી છે, મેં કદી તે તરફ નજર નથી કરી, કોઈને પૂછ્યું ય નથી. જે મળશે તે ભગવાન તરફથી જ મળશે, એવો વિશ્વાસ પહેલેથી જ હતો.
* યુગપ્રધાન આચાર્યશ્રી મંગુ અમુક ક્ષેત્રમાં રહેવાથી રસનાને પરાધીન બન્યા. રાત-દિવસ ખાવાનો જ વિચાર. મરીને યક્ષ બન્યા. (નહિ તો વૈમાનિક દેવલોકથી ઓછું ન મળે.) ગટરની પાસેના દેવળમાંના ભૂત બન્યા.
એ જગ્યાએથી પસાર થતા પોતાના શિષ્યોને પ્રતિબોધવા પોતાની (મૂર્તિની) જીભ બહાર કાઢી, લપ-લપ કરવા લાગ્યા. સાધુઓ ચમક્યા.
યક્ષમૂર્તિ બોલી : હું પૂર્વભવનો તમારો ગુરુ છું. રસની આસક્તિના કારણે આજે હું દેવલોકમાં દુર્ગતિ પામ્યો છું. માટે આ રસનાથી સાવધાન રહેજો.
માટે જ પંન્યાસજી મ. ‘‘આયંબિલનો તપ’,
નવકારનો જપ, અને બ્રહ્મચર્યનો ખપ’’
આ ત્રણ પર ખાસ ભાર આપતા.
૪૩૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org