________________
એવંભૂત - આઠેય કર્મોથી મુક્ત થાવ ત્યારે જ હું માનું
બધાનો પોતાની દૃષ્ટિએ સાચા છે, સંપૂર્ણ સાચા નથી. હાથીને જોતા ૭ આંધળા જેવા છે. સાતેય ભેગા મળે ત્યારે પ્રમાણ બને.
નય સાત છે, પણ આમ તેના ૭૦૦ નો થાય.
એવંભૂતનયજ્યાં સુધી આપણને શુદ્ધ આત્માન કહે ત્યાં સુધી આપણે સાધનાથી અટકવાનું નથી. “એમ નય ભંગસંગે સરો, સાધના સિદ્ધતારૂપ પૂરો, સાધભાવ ત્યાં લગે અધૂરો, સાધ્ય સિદ્ધ નહિ હેતુ શૂરો...લા” તમે સાધના કરો ત્યારે જ પૂરા બની શકો.
સંગ્રહકે નૈગમન ૩૩% માં પાસ કરી દે. પણ એવંભૂત નયતો ૯૯% માં પણ પાસ ન કરે. ૧૦૦% જ જોઈએ. જરાય ઓછું નહિ.
સાધ્ય સંગ્રહે નક્કી કરી આપ્યું તારી સત્તામાં પરમતત્ત્વ પડ્યું છે, એમ સંગ્રહ બતાવ્યું.
માટીમાં ઘડાની યોગ્યતા છે. આત્મામાં પરમાત્માની યોગ્યતા છે, એમ સંગ્રહે સૌ પ્રથમ સમાચાર આપ્યા. સંગ્રહનયથી સાધ્યની પ્રતીતિ થાય.
શબ્દનયથી એની અનુભૂતિ થાય. એવંભૂત નયથી સિદ્ધિ થાય. સાધના માટે નૈગમ અને વ્યવહાર નય લાગુ પડે.
વ્યવહારથી જો આત્માને અશુદ્ધ ન માનીએ તો સાધના શી રીતે થાય? હુંવિષયકષાયથી ભરેલો છું, એવું મનાય તો સાધના થાય જ નહિ.
તીર્થની સ્થાપના વગેરે વ્યવહાર નયથી જ થાય છે. સંગ્રહનય તો પૂર્ણ જ માને તેને તીર્થ શું? સ્થાપના શું? ને સાધના શું?
ઔદયિક ભાવનો હુમલો થાય ત્યારે શી રીતે બચવું? એ બધું વ્યવહારનયશીખવે
૪૩૪ •••
...... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -