________________
નામ અને રૂપ તો આપણા પાડોશી છે. એનું અપમાન થતાં ઝગડો કરીએ તે આપણને શોભતું નથી.
અંદરના ઐશ્વર્યને પ્રગટ કરવાની રુચિ તે સમકિત. એના માટેના ઉપાયોમાં આંશિક પ્રવૃત્તિ કરવી તે દેશવિરતિ. સર્વ શક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સર્વ વિરતિ. (૧) નૈગમ ઃ- જેના અનેક ગમ – વિકલ્પ હોય તે.
સંકલ્પ, આરોપ અને અંશને ગ્રહણ કરે તે.
=
૧. સંકલ્પ :- લાકડાની પાલી (અનાજ માપવાનું એક પ્રકારનું લાકડાનું સાધન.) બનાવવાના ઉદ્દેશથી કોઈ જંગલમાં લાકડું કાપવા જાય છે, પણ કહેશે : હું પાલી લેવા
જાઉં છું.
પાલીતાણા સંઘનો પ્રથમ પડાવ છે, છતાં આપણે કહીએ છીએઃ અમે પાલીતાણા જઈએ છીએ.
તમને મોક્ષની ઈચ્છા થઈ ગઈ.
બસ, નૈગમ નય કહેશે ઃ આ મોક્ષનો મુસાફર છે.
૨. આરોપ ઃ- દા.ત. આજે ભગવાનનું નિર્વાણ કલ્યાણક છે. અહીં ભૂતનો વર્તમાનમાં આરોપ થયો છે.
૩. અંશ :- આઠ રૂચક પ્રદેશો જ ઊઘાડા છે, છતાં આત્મા પૂર્ણસ્વરૂપી. મનફરાના ચાર જ માણસ આવ્યા, છતાં આખું મનફરા આવ્યું કહેવાય. રસોઈની શરૂઆત જ થઈ છે, છતાં રસોઈ થઈ ગઈ કહેવાય.
(૨.) સંગ્રહ ઃ- વસ્તુના સામાન્ય ધર્મનો સંગ્રહ તે સંગ્રહ. संगृह्णाति वस्तु सत्तात्मकं सामान्यं सः संग्रहनयः ।
૪૨૬...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org