________________
વડી દીક્ષા પછી ખબર પડે તો માંડલીમાં પ્રવેશ નહિ આપવો. સંવાસ નહિ કરવો. સંવાસ થઇ જાય તો ભણાવવો નહિ, અસાધ્ય રોગ જાણ્યા પછી વૈદ્ય ઈલાજ ન કરે તેમ... આવા રોગીની ઉપેક્ષા કરવાપૂર્વક તેનો બહિષ્કાર કરવો એ જ ઈલાજ છે. અધ્યાત્મ ગીતા - ઋજુ સુઈએ વિકલ્પ, પરિણામી જીવ સ્વભાવ, વર્તમાન પરિણતિમય, વ્યક્ત ગ્રાહક
ભાવ;
શબ્દનયુનિજ સત્તા, જોતો હતો ધર્મ, શુદ્ધ અરૂપી ચેતન, અણહતોનવકર્મ..! ઋજુસૂત્ર વિકલ્પરૂપે વર્તમાન પરિણતિને ગ્રહણ કરે છે. - સાધુ- વેષ હોય પણ વર્તમાનમાં સાધુભાવ ન હોય તો ઋજુસૂત્ર સાધુન માને.
ઈણિ પરે શુદ્ધ સિદ્ધાત્મ રુપી, મુક્ત પરશક્તિ વ્યક્ત અરૂપી; સમકિતિ દેશવતી, સર્વ વિરતિ, ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રીતિ...” I૯.
વીર્ય શક્તિ સત્તામાં રહેલી છે. પણ વ્યક્તરૂપે તે દેખાતી નથી. સમ્યગ્દષ્ટિ દેશ અને સર્વવિરતિધરો સાધ્યરૂપ તત્ત્વ પ્રત્યે પ્રીતિવાળા હોય છે.
સમતિને આત્મસત્તાનો ખ્યાલ હોય. કારણકે સ્વસત્તાનો ખ્યાલ આવે ત્યારે જ. સમકિત આવે
એકવાર ખ્યાલ આવી જાય કે ઘરમાં ખજાનો દટાયેલો છે. તો સ્વાભાવિક છે : માણસને તે બહાર કાઢવાની ઈચ્છા થાય. * આત્માની અંદર અનંત ઐશ્વર્ય પડેલું છે, એની ભાળ મળતાં જ તે મેળવવાની ઝંખના જાગે. આ ઝંખના જ સમ્યકત્વ છે.
નામ કે રૂપ આપણા નથી, “પર” છે. ફોટા કે નામનો પ્રચાર કરીએ છીએ, પણ તે બધું “પર” છે.
નામ તો માત્રસંત પૂરતું છે. એક નામવાળા ઘણાય હોય છે, છતાં આપણા નામ માટે આપણે કેટલા લડીએ છીએ?
પાડોશીને કોઈ ગાળો દઈ જાય તો તમે ગુસ્સે થઈ જાવ?
નામ અને રૂપ આપણા પાડોશી છે. આપણો આત્મા તો અંદર બેઠો છે; નામ અને રૂપથી પર...!
કહે કલાપૂર્ણસૂરિ ...
•-• ૪૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org