________________
ભા. વ. ૧૩, બપોર, તા. ૭-૧૦-૯૯
હું બોલું ને તમને મીઠું લાગે, એ મારા હાથમાં નથી. લાગે છે કે તીર્થકરોનો આ પ્રભાવ છે, પ્રથમ માતાનો પ્રભાવ છે જે સત્ય અને પ્રિયવાણી શીખવે છે, જે દેવગુરૂની ભક્તિ શીખવે છે. ૧લી માતા સાધુભગવંત સાથે મિલન કરાવે, મોક્ષમાર્ગમાં સહાય કરે તે સાધુ. બીજી માતા ઉપાધ્યાય ભગવંત સાથે મિલન કરાવે જ્ઞાન આપે તે ઉપાધ્યાય. વિનય અને ભક્તિના તેઓ જીવંત દૃષ્ટાંત છે. ત્રીજી માતા આચાર્ય ભગવંત સાથે મિલન કરાવે, આચાર્ય આચાર-પાલન કરે. ચોથી માતા અરિહંત ભગવંત સાથે મિલન કરાવે, ત્રિપદી આપીને ધ્યાનમાં લઈ જાય.
ચાર માતાના ખોળામાં બેઠા એટલે પાંચમી ગતિ (મોક્ષ) મળે જ. * ભક્તિના બે પ્રકાર છેઃ વાનરી અને મારી ભક્તિ.
ભક્તિ કરીએ છીએ, પણ શ્રદ્ધા-વિશ્વાસ નથી.
વાંદરીને તેનું બાળક વળગી રહે, એટલે તેનું કામ થઈ ગયું. તેને ફૂદવાની જરૂર નહિ. આપણે જો ગુરૂ કે અરિહંતને વળગી રહીએ તો ભયશાનો? દુર્ગતિનો ભય શાનો? ભગવાનને જે વળગે તે દુર્ગતિમાં ન જ જાય. શશિકાન્તભાઈ અમે આપને વળગી રહ્યા છીએ, સદ્ગતિમાં લઈ જશોને? ઉત્તરઃ આનું નામ જ શંકા! તમે વળગી રહોતોકોની તાકાત છે કોઈ દુર્ગતિમાંલઈ જાય? શશિકાન્તભાઈઃ આપ “હા” પાડો, એમ કહું છું. શંકા નથી.
૩૧૦ ... Jain Education International
.... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org