________________
મંગળવાર, આસો વદ
* સ્વાધ્યાયનું ૭મું ફળ પરોપદેશ-શક્તિ છે.
આપણે જાતે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો હોય, જ્ઞાનના ફળ ઉપશમથી સ્વઆત્માને ભાવિત બનાવેલો હોય તો જ પર-ઉપદેશ માટેની ક્ષમતા કેળવી શકીએ. તો જ આપણો ઉપદેશ અસરકારક બની શકે.
આવો સાધક લાકડાના જહાજની જેમ સ્વયં તરે અને અન્યોને પણ તારે
તીર્થંકરો આનું ઉત્તમ ઉદાહરણ છે.
* મા-બાપની સેવા કરનારને તેમની સંપત્તિ મળે તો ભગવાનની ભક્તિ કરનારને ભગવાનની સંપત્તિ ન મળે ? મા-બાપની સંપત્તિ કદાચ ન પણ મળે, પરંતુ ભગવાનની સંપત્તિ તો મળે જ મળે.
ધન નહિ આપનારો કંજૂસ ગણાય તો જ્ઞાન નહિ આપનારો કંજૂસ ન ગણાય ? બીજાને આપવાથી જ આપણું જ્ઞાન વધે.
=
* કોઈપણ જ્ઞાન પાસે રાખવા માટે નથી હોતું, બીજાને આપવા માટે જ હોય છે. બીજાને નહિ આપીએ તે જ્ઞાન કટાઈ જશે.
કહે કલાપૂર્ણસૂરિ ....
૧૦, ૨-૧૦-૯૯.
Jain Education International
ભણવા આવનારને ભણાવનાર ધૂત્કારે નહિ, વાત્સલ્યપૂર્વક ભણાવે. આમ કરવાથી અવ્યવચ્છિત્તિ (અખંડ પરંપરા) ચાલે.
For Private & Personal Use Only
...
૪૧૯
www.jainelibrary.org