________________
ભાવથી નિત્ય, એક, સહજસ્વભાવી અને અખંડ કહેવાય. નયના સાત, પણ ભેદ હોઈ શકે.
સાતસો પણ ભેદ હોઈ શકે. પણ મુખ્ય બે ભેદ.
૧. દ્રવ્યાર્થિક નય : દ્રવ્ય (મૂળ પદાર્થ) સંબંધી વિચારે તે
૨. પર્યાયાર્થિક નયઃ પદાર્થમાં થતા ફેરફારો – અવસ્થાઓ વિચારે તે. કાળો – ગોરો ઈત્યાદિ અવસ્થાઓ પર્યાય કહેવાય.
–
દ્રવ્યાર્થિક નયના ૪ ભેદ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર.
પર્યાયાર્થિક નયના ૩ ભેદ : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. પ્રશ્ન : ૪ પ્રકરણાદિનો અભ્યાસ થાય છે, તેમ નયનો અભ્યાસ થતો નથી. ઉત્તર ઃ અભ્યાસ ગ્રંથ તૈયાર કરો. હું સહાયતા કરીશ.
તત્ત્વજ્ઞાન પ્રવેશિકા આ રીતે જ તૈયાર થયેલી. જામનગર ચાતુર્માસમાં શરૂઆત થયેલી. જામનગરમાં જે પદાર્થો ભણ્યો તે બીજાને શીખવાડું. એક મહીનો રોકાઉં તો પણ શ્રાવકોને શીખવાડું.
અંજાર ચાતુર્માસમાં આવો પાઠ શરૂ ર્યો. યુ. પી. દેઢિયા દૂર-દૂરથી રોજ આવે. એમને એ ખૂબ ગમી ગયું. તે વખતે (સં. ૨૦૨૩) ૩૫ હજાર રૂપિયાથી ૧૦ હજાર નકલો છપાવી.
પહેલું પુસ્તક ઃ તત્ત્વજ્ઞાન પ્રવેશિકા.
બીજું આ ઃ અધ્યાત્મ ગીતા.
નયનો બોધ જ નહિ હોય તો આગમના અસ્યો જ નહિ સમજાય. છેલ્લે આ નયોના જ્ઞાન દ્વારા મુનિ કેવા બને છે ? તે બતાવશે.
૪૨૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org