________________
જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે, ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ....''
પ્રબળ કષાયનો અભાવ તે જ ધર્મનું લક્ષણ છે. કોઈની સાથે કટુતાની ગાંઠ બાંધી લેવી તે ઉત્કટ કષાયોની નિશાની છે.
પાપભીરૂ અને પ્રિયધર્મ ઃ આ બે ધર્મીના ખાસ લક્ષણો છે.
:
કાંટા ચૂભે ને પીડા થાય, તેમ કષાયોથી પીડા થવી જોઈએ. આપણને કાંટા ચૂભે છે, પણ કષાયો ક્યાં ચૂભે છે ?
વાવ બાજુ આપણા સાધ્વીજીને એકી સાથે અનેક મધમાખીઓ ચોંટી પડેલી કેટલી પીડા થઈ હશે ? એક કાંટાથી શીલચન્દ્ર વિ. સ્વર્ગવાસી બનેલા.
એક કાટવાળા ખીલાથી અમૃત ગોર્ધન (ભચાઊ)નો એકનો એક પુત્ર મૃત્યુ પામેલો. તેને ધનુર્વા થયેલો.
આથી પણ વધુ ખતરનાક કષાયો છે. માટે જ થોડા પણ કષાયનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ જ્ઞાનીઓ ફરમાવે છે.
સમ્યક્ત્વ સમતિકા ગ્રન્થ છે, જેમાં સમ્યક્ત્વનું પૂર્ણ વર્ણન છે. પણ એ વાંચે કોણ ? માટે જ તો પૂ. યશો વિ. જેવાને સમકિતના ૬૭ બોલની સજ્ઝાય વગેરે જેવી ગુજરાતી કૃતિઓ બનાવવી પડી છે.
સમ્યક્ત્વ હોય જ નહિ પછા તેની શુદ્ધિ શું ? કપડાં હોય તો મેલા થાય, નિર્વસ્ત્ર માણસને શું ? એમ સમજીને સમ્યક્ત્વ તરફ દુર્લક્ષ નહિ સેવતા. હોય તો તેને મેળવવા પ્રયત્ન કરજો.
યાદ રહે કે પરભવમાં લઈ જઈ શકાય તેવું માત્ર સમ્યગ્દર્શન જ છે. ચારિત્ર લઈ જઈ શકાતું નથી.
ક્ષાયોપશમિક ગુણોનો ભરોસો કરવા જેવો નહિ. માવજત ન કરો તો ચાલ્યા પણ જાય. તેલનો દીવો બુઝાતા વાર શી ? હા, રત્નનો દીવો ન બુઝાય. ક્ષાયિકભાવ રત્નનો દીવો છે.
સાપ જેમ શોધીને ઘરમાંથી બહાર કાઢો છે, તેમ મિથ્યાત્વ – કષાયાદિને શોધી શોધીને બહાર કાઢો.
‘‘ધર્મી જાગતા ભલા ને અધર્મી સૂતા ભલા....’’
068
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org