________________
વધે, ઘટે નહિ.
ચાલવાથી કદી પગ ટૂંકા થયા? આજ સુધી કેટલા કિલોમીટર ચાલ્યા? પગ ટૂંકા થયા? આંખથી કેટલું જોયું? આંખટૂંકી થઇ? ગમે તેટલું કરો શક્તિ ઘટશે નહિ, પ્રત્યુત વધશે. ઉલ્લુ કામ નહિ કરો તો શક્તિ ઘટશે.
ફૂલો ચૂંટવાનું બંધ કરો. કૂવામાંથી પાણી લેવાનું બંધ કરો... ગાય દોહવાનું બંધ કરો.
શું થશે..? એ આપવાનું બંધ કરી દેશે. કામ કરવાનું બંધ કરો. તમે કટાઈ જશો.
ઘણા દાનવીરો કહે છે : “આપવાથી સંપત્તિ વધતી જ જાય છે. આ અમારો અનુભવ છે. એટલે જ અમે આપતા જ રહીએ છીએ...” આ વિનિયોગનો આનંદ છે. “વર છત્રીશ ગુણે કરી સોહે, યુગપ્રધાન મન મોહે; જગ બોહેન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જો.”
યુગપ્રધાન સ્વરૂપ આચાર્ય ૩૬ ગુણથી શોભતા હોય છે, જગતને પ્રતિબોધતા રહે છે. ક્ષણ પણ ગુસ્સો કરતા નથી. “નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય...”
આચાર્ય અપ્રમત્ત થઈ ધર્મ-દેશના આપે છે. નિંદા કે કષાયની વાત નથી. તેઓ નિર્માયી, નિર્મળ અને નિષ્કલંક છે.
જે દીએ સારણ-વારણ.....
આચાર્યશિષ્યોને સારણા-વારણાદિ દ્વારા સન્માર્ગેલાવે. પૂ. નકસૂરિજી મ. આ રીતે કરતા. શરૂઆતમાં મીઠાશથી કહેતા. એટલાથી ન પતે તેને થોડા ગુસ્સેથી ‘ભાન નથી પડતું એમ કહેતા. બસ, આ એમની હદ. આટલું જેને કહે તે એકદમ સીધો થઈ જાય.
પણ, સારણાદિ યોગ્યને જ કરી શકાય.
કહે કલાપૂર્ણસૂરિ .....
•.. ૩૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org