________________
બીજાની ખુશામત ઘણી કરી, હવે આ જીભથી પ્રભુના ગુણ ગાવા છે.
જગતના સ્પર્શે ઘણા ક્ય, હવે આપણે પ્રભુ-ચરણનો, ગુરુ-ચરણનો (“અહો કાયંકાય' એ ગુરુ-ચરણની સ્પર્શના જ છે. ગુરુને તકલીફ ન પડે માટે ઓવામાં ચરણોની સ્થાપના કરવાની છે.) સ્પર્શ કરવાનો છે. આગળ વધીને આત્માના શુદ્ધ સ્વભાવનો સ્પર્શ કરવાનો છે. સિદ્ધોના શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ કરવાનો છે.
* સિદ્ધો માનેઃ જગતના જીવોએ અમને અહીં પહોંચાડ્યા નહિ તો અમે અહીં ક્યાંથી? દાની માનેઃ લેનારને મળ્યા હોત તો અમે શું કરત? ગુરુમાને શિષ્યો ન હોત તો હું કોને ભણાવત? કોને બોધ આપત? શિષ્ય માનેઃ ગુરુએ મને સેવાનો ક્વો ઉત્તમ લાભ આપ્યો? - આવી વિચારણાથી ક્યાંય કોઈને અભિમાન ન આવે. સો સોનો દૃષ્ટિકોણ અલગઅલગ હોય. બીજાનો દૃષ્ટિકોણ આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે દોષભાગી બનીએ છીએ.
* શક્તિ હોવા છતાં પચ્ચખાણ ન કરીએ તો આપણું અણાહારી પદ વિલંબમાં
મૂકાશે.
ઘણીવાર શક્તિ હોવા છતાં આપણે થોડાકથી ચૂકી જઈએ છીએ.
ગૃહસ્થપણામાં મેં ૧૬ ઉપવાસ કરેલા. બહુ જરૂર્તિ- ઉલ્લાસ હતો. માસક્ષમણ આરામથી થઈ જાત. પણ તક ગઈ. માસક્ષમણ પછી ન થઈ શક્યું.
શક્તિ હોવા છતાં તપ ન કરીએ તો આપણે ગુનેગાર છીએ. * “બહુવેલ સંહિસાતું ના આદેશ શા માટે ?
બહુવેલ સંદિસાડું ના આદેશમાં ગુરુ-સમર્પણ છુપાયેલું છે. કોઇપણ કાર્ય ગુરુને પૂછ્યા વિના ન જ કરી શકાય. પણ શ્વાસ વગેરેની પ્રવૃત્તિ માટે વારંવાર ક્યાં પૂછવું? આવી પ્રવૃત્તિની રજા “બહુવેલ સંદિસાહુના આદેશથી મળી જાય છે.
જો કે આમાં વાસ લેવા જેવી બાબતોની જ આપણે રજા નથી લેતા, બીજા મોટા કામોની પણ રજા લઈ લઈએ છીએ !! પૂછવા જેવા મોટા કામોમાં જેટલું ન પૂછીએ તેટલું ગુરુ-સમર્પણ ઓછું સમજવું.
કહે કલાપૂર્ણસૂરિ ......
૪૦૫
Jain Education International
For Private Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org