________________
અધ્યાત્મ ગીતા - “દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તત્ત્વ સ્વરૂપ, આતમ તત્ત્વ વિબોધક, શોધક સચ્ચિકૂપ; નયનિક્ષેપ પ્રમાણે, જાણે વસ્તુ સમસ્ત, ત્રિકરણ યોગે પ્રણમું જેનાગમ સુપ્રશસ્ત..રા.
વેદાદિ શાસ્ત્રોને તેમના અનુયાયીઓ ભગવાન માને. શીખો ગુરુગ્રન્થને ભગવાન માને. આપણે પણ આગમમાં ભગવદ્ બુદ્ધિ કરવાની છે.
મૂર્તિ આકારથી મીન ભગવાન છે. જ્યારે આગમ બોલતા ભગવાન છે.
* દુનિયાના પદાર્થો પણ એટલે જાણવાના છે, કે આ પુગલ પદાર્થોતે હું નથી, આત્મા નથી, એમ સમજાય.
* આત્મા સિવાયની કોઈ વસ્તુમાં જાણવાની શક્તિ નથી, જ્યારે આત્મામાં સ્વ-પર જ્ઞાયક શક્તિ છે.
* આત્માના બધા જ પ્રગેશો - પર્યાયો સાથે મળીને જ કામ કરે, અલગ-અલગ નહિ. બે આંખથી એક જ વસ્તુ દેખાય.
જો આ ઉપયોગને સંપૂર્ણપણે ભગવાનમાં જોડી દઈએ તો?
* અનાદિકાળથી આપણી ચેતના પુદ્ગલો તરફ જ ખેંચાયેલી છે, વેરાયેલી છે. હવે તેને આત્મસ્થ કરવાની છે. બહારથી હટાવીને અંદર ખેંચવાની છે.
* સિંહને બકરાના ટોળામાં જોઈ, બીજા સિંહોને કેટલું દુઃખ થાય? મારો જાતિભાઈ આ રીતે બેં બેં કરે?
ભગવાનની નજરમાં આપણે સૌ સિંહ જેવા હોવા છતાં બેં બેં કરતા બકરા જેવા છીએ. માટે જ ભગવાન આપણને સ્વ-સ્વરૂપ યાદ કરવાનું કહે છે.
* નય, નિક્ષેય, પ્રમાણની શૈલીથી જ્ઞાન માત્ર અહીં જ જોવા મળશે, બીજા કોઈ શાસ્ત્રોમાં જોવા નહિ મળે.
* દેવચન્દ્રજીએ જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી છે, તે નયપૂર્વક લખી છે. ભલે શાસ્ત્રમાં નયની વાત કરવાની ના પાડી છે, પણ યોગ્ય શ્રોતા હોય તો કરી શકાય.
* નયથી આત્માનું સ્વરૂપ કેવું? વગેરે બધી જ વાતો અહીં બતાવવામાં આવશે
•••••
૪૦૬ ••• Jain Education International
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only