________________
નિવાર, આ. વદ - ૬×૭, ૩૦-૧૦-૯૯.
* પૂર્વાચાર્યોએ સાચવી રાખ્યું, પોતાના શિષ્યોને આપ્યું માટે શ્રુતજ્ઞાનનો કાંઈક પણ વારસો આપણને મળ્યો છે. આ વારસો આપણે પણ આપણા અનુગામીને આપવો જોઈએ. ન આપીએ તો ગુનેગાર ઠરીએ. શાસન હજુ સાડા અઢાર હજાર વર્ષ ચાલશે, તે આ શ્રુતજ્ઞાનના આધારે.
શ્રુતજ્ઞાન માત્ર વાંચી- વંચાવીને ટકાવવાનું નથી, જીવીને પણ ટકાવવું છે. વાંચવા વંચાવવા કરતાં શ્રુતજ્ઞાન પ્રમાણે જીવાતું જીવન ઘણું અસરકારક બને છે. અમને પૂ. કનકસૂરિજીના જીવન દ્વારા જ ઘણું ઘણું જાણવાનું મળ્યું છે. પ્રત્યક્ષ જીવન અન્ય માટે મોટું આલંબન છે.
* સ્વાધ્યાય સાધુનું જીવન છે. આડું-અવળું વાંચવું સ્વાધ્યાય ન ગણાય. સ્વાધ્યાયના ટાઈમે તો સ્વાધ્યાય કરવાનો જ, પણ વચ્ચે વચ્ચે પણ જ્યાં જ્યાં સમય મળે, ત્યાં ત્યાં સ્વાધ્યાય કરવાનો છે.
વેપારી જેમ દરેક તકમાં નફો કેમ રળવો ? તે જુએ, તેમ સાધુ દરેક અવસરે સ્વાધ્યાયની તક જુએ.
સંવર – નિર્જરા મુક્તિનો માર્ગ છે.
સ્વાધ્યાયથી સંવર – નિર્જરા બન્ને થાય છે.
સ્વાધ્યાયથી નવો – નવો સંવેગ ઉત્પન્ન થાય છે. સ્વાધ્યાય કરતાં ઉલ્લસિત હૃદય વિચારે : ભગવાને કહેલા તત્ત્વ આવા અદ્ભુત છે ? આ સંવેગ છે. સ્વાધ્યાયથી
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૪૦૭ www.jainelibrary.org