________________
“નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, તે અધ્યાત્મ કહીએ રે..”
પૂ આનંદઘનજી અધ્યાત્મની સંક્ષિપ્ત વ્યાખ્યા આપતાં કહે છેઃ જે ક્રિયાથી તમારું સ્વરૂપ નજીક આવે તે ખરું અધ્યાત્મ. જેનાથી આપણે સ્વરૂપથી દૂર જઈએ તે અધ્યાત્મ
નથી.
દરેક ક્રિયા વખતે આ વ્યાખ્યા નજર સામે રાખો તો જીવન કેવું બદલાઈ જાય?
અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય - આ પાંચ પ્રકારનો યોગ હરિભદ્રસૂરિજીએ બતાવ્યો છે. શરૂઆત અધ્યાત્મથી થઈ છે.
તત્ત્વતિન કરૂં તે અધ્યાત્મ ! કોનું તત્ત્વચિંતન?
આગમના સહારે તત્ત્વચિંતન કરવું તે ચિંતન મૈત્રી આદિથી યુક્ત હોવું જોઈએ તથા જીવનમાં વિરતિ જોઈએ.
જૈન દૃષ્ટિએ આ અધ્યાત્મ છે. નિષ્ણાત વૈદ બધા રોગોનો ઈલાજ એક ઔષધથી કરે, તેમ ભગવાન આપણા ભવ-રોગનો ઉપાય એક જ દવાથી કરે છે.
તે દવા છેઃ અધ્યાત્મ...!
૪૧૦.
...... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -