________________
* અત્યારે પંચવસ્તુકમાં છ આવશ્યક ચાલે છે.
અવશ્ય કરવાની ચીજ તે આવશ્યક.
ગુરુવાર, આ. વદ ૫, ૨૯-૧૦-૯૯.
એવું નથી કે સાંજે જ છ આવશ્યક કરવાના. આખો દિવસ છ આવશ્યકમાં જ જીવવાનું છે. દરેક ક્ષણ આવશ્યકમય હોવી જોઈએ. સાંજે તો માત્ર લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે.
*દરેક ક્ષણે કર્મ જાગતું રહે છે તો આપણાથી કોઈપણ ક્ષણે કેમ ઊંઘી શકાય ? યુદ્ધ વખતે સૈનિક આરામ કરી શકે ખરો ? પ્રમાદ કરીશું તેટલો પરાજય નજીક આવશે, એવું દરેક સૈનિકને ખ્યાલ હોય તેમ સાધુને પણ ખ્યાલ હોય. રાગ-દ્વેષની સામે આપણી લડાઈ ચાલુ છે.
-
અરિહંતને શા માટે આપણે દેવ તરીકે પસંદ કર્યા ? તેઓ રાગ-દ્વેષના વિજેતા છે માટે. આપણે પણ રાગ-દ્વેષના વિજેતા બનવાનું છે એ માટે.
“હાર્ય સાધમિ, તેદું વા પાતયામિ ।' ની પ્રબળ ભાવના જોઈએ.
૪૦૪ ...
છ આવશ્યક આપણને યુદ્ધમાં જીતવાની કળા શીખવે છે.
* ધ્યાન દ્વારા પ્રભુનો સ્પર્શ કરવો તે સમાપત્તિ છે. ઈન્દ્રિયો દ્વારા વિષયોનો સ્પર્શ ઘણીવાર ર્યો. હવે ઈન્દ્રિયોને પ્રભુ-ગામી બનાવવી છે, પ્રભુ-સ્પર્શી બનાવવી છે. આંખથી T.V. આદિ બહુ જોયા, હવે પ્રભુને જોવા છે. બીજા ગીતો ઘણા સાંભળ્યા, હવે જિન-વાણી સાંભળવાની છે.
આડું-અવળું ઘણું વાંચ્યું, હવે જિનાગમ વાંચીએ.
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org