________________
જંબૂવિજયજી આનું ઉત્તમ ઉદાહરણ છે.
પિતા + ગુરુભુવનવિજયજીના વિરહમાં એમની કામળી રાખી છે. એ જોઈ આજે પણ ગદ્ગ બને પરિણામે કેવી શક્તિઓ પ્રગટી? ભુવનવિજયજીને કોણ ઓળખતું તું? જંબૂવિજયજી વિદ્વાન અને ભક્ત તરીકે પ્રસિદ્ધ થયા.
પિતા-ગુરુ વિના જંબૂવિજયજી એકલા થઈ ગયા. પંન્યાસ ભદ્રંકર વિજયજી પાસે એક ભાઈ દીક્ષા લેવા આવ્યા. પંન્યાસજી મહારાજે એમને જંબૂવિજયજી પાસે મોકલ્યા.
દેવે” (ભગવાને) પં. ભદ્રંકરવિ. દ્વારા અમને મોકલ્યા માટે એમનું નામ દેવભદ્ર' વિજય રાખ્યું.
આપણે તો બીજાને શિષ્ય આપવાની વાત છોડો, ઉલ્લુ બીજાનો ખેંચી લઈએ. * નિર્ચન્થ કોને કહેવાય? ૯ બાહ્ય અને ૧૪ આંતર પરિગ્રહ છે.
ધન - ધાન્ય - વાસ્તુ- ક્ષેત્ર - હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ - ચતુષ્પદ, કુષ્ય આ નવ બાહ્ય પરિગ્રહ છે.
૪ કષાય + ૯ નોકષાય + ૧ મિથ્યાત્વ = ૧૪
આ આંતર પરિગ્રહ છે. તેનો ત્યાગ કરે તે નિર્ઝન્થ કહેવાય.
* કાણાવાળી સ્ટીમરમાં કોઈ ન બેસે. બેસે તેને સ્ટીમર ડૂબાડી દે. અતિચારના કાણાવાળું સાધુપણું આપણને સંસાર-સાગર શી રીતે કરાવશે?
આપણું સાધુપણું મુક્તિ આપે એવું છે, એવું આપણને લાગે છે? પોતાની જાત સંયમને યોગ્ય બનાવવા સાધુ સતત પ્રયત્નશીલ હોય.
* અષ્ટાંગ યોગ અહીં પણ છે. આઠ દૃષ્ટિઓમાં અનુક્રમે આઠ યોગના અંગો રહેલા છે.
પહેલી દૃષ્ટિમાં સમાધિ જોવા મળે છે ખરી, પણ એ ગૌણ સમાધિ સમજવી. આગળ મળનારી પરમ સમાધિનું બીજ સમજવું.
બીજ કદી સીધું નથી મળતું. ક્રમશઃ મળે છે. પ્રથમ અંકૂર ફૂટે પછી ક્રમશઃ થડ - ડાળ – ફૂલ - ફળ – બીજ આવે.
યોગશાસ્ત્ર અષ્ટાંગયોગનાક્રમથી જ રચાયો છે. જુઓ માર્ગાનુસારિતા, સમ્યકત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org