________________
Íનવાર, આ. સુદ - ૧૪, ૨૩-૧૦-૯૯. મુક્તિના મુસાફરોને નવપદોનું આલંબન પરમ હિતકર છે, આત્મસ્વરૂપમાં સ્થિર કરનારું છે. દરેક પદ આત્માનું જ નૈશ્ચયિક સ્વરૂપ છે.
વસ્ત્રની ઉજ્વલતા શુદ્ધિ પ્રમાણે થાય. તેમ આપણા આત્માની ઉજ્જવલતા ચિત્ત-નિર્મળતા પ્રમાણે થાય.
ધવલ શેઠ, ગોશાળા, સંગમ વગેરેની ચિત્તવૃત્તિ કેવી ?
મિથ્યાત્વની મલિનતા અહીં સ્પષ્ટ દેખાય, સમ્યક્ત્વી તો દેવ-ગુરુ અને ઉપકારીની સામે કદી ન પડે.
કપડાની મલિનતા જલ્દી દેખાય છે. પણ આત્માની મલિનતા જલ્દી દેખાતી નથી. હા, તમે વાણી અને વર્તનથી તેનો અંદાજ જરૂર લગાવી શકો.
* જ્ઞાનનો સ્વભાવ શાયક છે. સ્વ-પર બોધ એનું લક્ષણ છે. મતિ આદિ પાંચ એના પ્રકારો છે.
* ધર્માસ્તિકાય આદિ પણ અહીં જ છે, આપણે એની અંદર જ રહીએ છીએ, છતાં એ સંબંધ નુકશાન-કારક નથી, માત્ર પુદ્ગલનો સંબંધ નુકશાનકારક છે. માટે જ પુદ્ગલના સંગમાં ભગવાન કહે છે : રાગ-દ્વેષ ન કરો, મધ્યસ્થ રહો. મધ્યસ્થ રહેવું તે જ મુક્તિનો માર્ગ છે.
દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે...’
99
૩૭૮
Jain Education International
– ઉપા. યશોવિજયજી.
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org