SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Íનવાર, આ. સુદ - ૧૪, ૨૩-૧૦-૯૯. મુક્તિના મુસાફરોને નવપદોનું આલંબન પરમ હિતકર છે, આત્મસ્વરૂપમાં સ્થિર કરનારું છે. દરેક પદ આત્માનું જ નૈશ્ચયિક સ્વરૂપ છે. વસ્ત્રની ઉજ્વલતા શુદ્ધિ પ્રમાણે થાય. તેમ આપણા આત્માની ઉજ્જવલતા ચિત્ત-નિર્મળતા પ્રમાણે થાય. ધવલ શેઠ, ગોશાળા, સંગમ વગેરેની ચિત્તવૃત્તિ કેવી ? મિથ્યાત્વની મલિનતા અહીં સ્પષ્ટ દેખાય, સમ્યક્ત્વી તો દેવ-ગુરુ અને ઉપકારીની સામે કદી ન પડે. કપડાની મલિનતા જલ્દી દેખાય છે. પણ આત્માની મલિનતા જલ્દી દેખાતી નથી. હા, તમે વાણી અને વર્તનથી તેનો અંદાજ જરૂર લગાવી શકો. * જ્ઞાનનો સ્વભાવ શાયક છે. સ્વ-પર બોધ એનું લક્ષણ છે. મતિ આદિ પાંચ એના પ્રકારો છે. * ધર્માસ્તિકાય આદિ પણ અહીં જ છે, આપણે એની અંદર જ રહીએ છીએ, છતાં એ સંબંધ નુકશાન-કારક નથી, માત્ર પુદ્ગલનો સંબંધ નુકશાનકારક છે. માટે જ પુદ્ગલના સંગમાં ભગવાન કહે છે : રાગ-દ્વેષ ન કરો, મધ્યસ્થ રહો. મધ્યસ્થ રહેવું તે જ મુક્તિનો માર્ગ છે. દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે...’ 99 ૩૭૮ Jain Education International – ઉપા. યશોવિજયજી. For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy