SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન વિના તમે ભક્ષ્ય કે અભક્ષ્ય, કે પેય – અપેય આદિ ન જાણી શકો. * જડ ક્રિયાવાદી જ્ઞાનની નિંદા કરતાં કહે છે ઃ " पठितेनाऽपि मर्तव्यमपठितेनाऽपि मर्तव्यम् किं कण्ठशोषणं कर्तव्यम् ?” ભણેલો પણ મરશે અને અભણ પણ મરશે તો વ્યર્થ કંઠશોષ શા માટે કરવો ? આમ માની ભણવાનું મૂકી દીધું નથી ને ? ચોપડીઓ ગમે છે, પણ તે વાંચવી ગમે છે કે માત્ર સંગ્રહ કરવાનું ગમે છે ? તમે કાંઈ નહિ ભણો તો તમારો પરિવાર શું ભણશે ? મેં ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પહેલેથી અધ્યાત્મની રુાંચે. આમાં ‘રામઃ રામો રામાઃ’ ભણવું ક્યાં ગમે ? પણ દૃઢ સંકલ્પ હતોઃ અનુવાદ માત્ર વાસી માલ છે. કર્તાનો સીધો આશય જાણવો હોય તો સંસ્કૃત શીખવું જ જોઈએ. ૮-૧૦ વર્ષે શીખી ગયો. ક્યાંય કંટાળો ન આવે. જ્ઞાન પોતે જ કંટાળો દૂર કરનારું છે. ત્યાં કંટાળાનો સવાલ જ ક્યાં છે ? રુચિપૂર્વક ભણીને જુઓ. એમાં રસ કેળવો. કંટાળો ક્યાંય ભાગી જશે. * પહેલા જ્ઞાન પછી અહિંસા. જ્ઞાન પ્રમાણે જ તમે અહિંસાનું પાલન કરી શકો. * ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની એક શ્વાસમાં એટલા કર્મ ખપાવે કે અજ્ઞાની ક્રોડો વર્ષમાં પણ ન ખપાવી શકે. વિષય પ્રતિભાસ, આત્મપરિણતિમત્, તત્ત્વ સંવેદન, અષ્ટક પ્રકરણમાં બતાવેલા આ ત્રણ જ્ઞાનના પ્રકારો છે. વિષય પ્રતિભાસ જ્ઞાન, અજ્ઞાન જ કહેવાય. જે જ્ઞાનદ્વારા દોષની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ ન થાય તેને જ્ઞાન શી રીતે કહી શકાય ? ‘સ્વભાવ નામ- અંજાર બારખં જ્ઞાનમિષ્યતે ।' આવેશ, અજ્ઞાન, જડતા, ક્રોધ આદિથી નિવૃત્ત ન બનીએ તો એ જ્ઞાન, જ્ઞાનીઓની નજરે જ્ઞાન જ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, ચારિત્ર છે. એ ન મળે તો જ્ઞાન શા કામનું ? નફો ન મળે તે દુકાન શા કામની ? ફળ ન મળે તે વૃક્ષ શા કામનું ? * બધી ક્રિયાનું મૂળ ભલે શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે, એ ભૂલવા જેવું નથી. * રુચિ અને જિજ્ઞાસા પ્રમાણે જ જ્ઞાન મળી શકે. વિનય પ્રમાણે જ જ્ઞાન ફળી શકે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૩૭૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy