________________
પાંચ જ્ઞાનમાં અભ્યાસ સાધ્ય જ્ઞાન કેવળ શ્રુતજ્ઞાન છે. તે સ્વપર પ્રકાશક હોવાથી ત્રણેય જગતને ઉપકારી બને છે.
દીપકની જેમ તે સ્વ-પર પ્રકાશક છે. ’તમારા આંગણે એલો દીવો તમને જ કામ લાગે, એવું નથી, આવતા-જતા સૌને કામ લાગે. જ્ઞાન પણ દીવો છે. દીવો જ નહિ, જ્ઞાન સૂર્ય, ચન્દ્ર અને મેઘ પણ છે.
નળમાંથી પાણી લો છો, પણ બીલ ભરવું પડે. લાઈટ વાપરો પણ બીલ ભરવું પડે; પણ વાદળ વરસાદ વરસાવે, સૂર્ય-ચન્દ્ર પ્રકાશ આપે, પણ કોઈ બીલ નહિ, બધું જ મફત !
જ્ઞાન પણ સૂર્ય – ચન્દ્ર – મેઘ જેવું છે. કોઈ બીલ નહિ, કોઈ ખર્ચ નહિ. ‘‘દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જિમ રવિ-શિશ-મેહ..''
* પાંચ ઈન્દ્રિયોથી સીમિત જ જાણકારી મળે, પણ શ્રુતજ્ઞાનથી તમે અહીં બેઠાબેઠા અખિલ બ્રહ્માંડને જાણી શકો.
શંત્રુજય પર રહીને તમે ઊભા-ઊભા પાલીતાણા, કદંબગિરિ, ઘેટી, નોંઘણવદર વગેરે કેટલા ગામોને જોઈ શકો ?
આ તો ચામડાની આંખ છે. પણ શ્રુતજ્ઞાનની આંખથી તમે ઊર્ધ્વ લોકસ્થિત સિદ્ધોને, મધ્યલોકના મેરુ પર્વતને, અધોલોકની સાતેય નરકોને અહીં બેઠા-બેઠા જોઈ શકો છે.
સર્વ દ્રવ્ય – ક્ષેત્રાદિને શ્રુતજ્ઞાની જુએ, પણ પર્યાયનો અનંતનો ભાગ જ જુએ. જ્યારે કેવળજ્ઞાની સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયો જાણે.
* આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. જ્ઞાનથી આત્મા ને આત્માથી જ્ઞાન જુદું નથી. તંતુથી વસ્ત્ર ને વસ્ત્રથી જેમ તંતુ જુદું નથી.
-ઃ ચારિત્ર પદઃ
'आराहिअ खंडिय सक्कि अस्स,
નમો નમો સંગમ વીરિઅસ... ।’
* જ્ઞાનની જેટલી નિર્મળતા, ચારિત્રની પણ તેટલી જ નિર્મળતા સમજવી. જ્ઞાન બીજ છે તો ચારિત્ર ફળ છે.
× વૃક્ષની શોભા ફળથી છે. ફળ વગરનું વૃક્ષ વાંઝિયું કહેવાય તો ચારિત્ર વગરનું જ્ઞાન પણ વાંઝિયું નહિ?
૩૮૦...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org