________________
સોમવાર, જી. વદ – ૧, ૨૭-૧૦-૯૯.
ભાવશુદ્ધિ માટે નવપદોનું આલંબન છે. નવપદમાં સમગ્ર જિનશાસન છે. કારણકે જિનશાસન નવપદ સ્વરૂપ જ છે. પૂજ્ય હેમચન્દ્રસૂરિ કહે છેઃ
"त्वां त्वत्फलभूतान् सिद्धान्, त्वच्छासनरतान् मुनीन् ।
त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ।।" હે ભગવન્! હું તારું જ શરણું લઉં છું. તારા શરણમાં શેષત્રણેય શરણ આવી જાય
તારા ફળરૂપ સિદ્ધ, તારા શાસનમાં તત્પર મુનિ અને તારા શાસનનું શરણું હું લઉં
પ્રભુના શાસનમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવી ગયા. મુનિમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આવી ગયા.
એક અરિહંતમાં પણ આખું જિનશાસન આવી જાય તો નવપદમાં તો સુતરાં આવી જાય.
આ વિચારણા માત્ર નવદિવસ માટે નથી, અરે, આ ભવ માટે નથી, મુક્તિ મળે ત્યાં સુધી આ પકડી રાખવાનું છે.
જીવનનું લક્ષ્ય પરમાત્મ-પદ બની ગયું હોય, પ્રભુ પર પ્રેમ જાગ્યો હોયતો નવપદો આમાં અત્યંત સહાયક છે. જેને આપણે પ્રેમ કરીએ છીએ તે પ્રભુ પરિવાર સહિત આ ૩૮૬ ...
........ કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org