________________
નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે : દાન અને દાન - ઉપદેશનો ક્યાંય નિષેધ નથી.
અસાંભોગિક પ્રાપૂર્ણક સાધુ હોયતો ગોચરીના ઘરો બતાવવા. સાંભોગિક હોયતો પોતે જ લાવીને ગોચરી આપવી.
સ્વયંને ઉપવાસ છતાં આચાર્ય, ઉપાધ્યાય, બાળ, ગ્લાન આદિ માટે આહાર લાવવામાં દોષ નથી.
જિન-વચનામૃત ઘૂંટી-ઘૂંટીને પીનારા સાધુને સ્વ-પરનો ભેદ નથી હોતો. એથી જ તેઓ સ્વ-પરની પીડાનો પરિહાર થાય તેમ વર્તતા હોય છે.
વેયાવચ્ચ પર-પીડા પરિષ્કારક છે.
જ્ઞાનાચાર સ્વયં માટે જ છે, પણ વીર્યાચાર સ્વ-પર ઉભય માટે છે. વેયાવચ્ચ વીર્યાચાર અન્તર્ગત છે.
વેયાવચ્ચની પણ વિધિ જાણવી જોઈએ. નહિ તો ભક્તિની જગ્યાએ કમભક્તિ થઈ જાય.
સ્વાધ્યાયની વૃદ્ધિ થાય, રોજનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલે, સુખેથી હિતોપદેશ આપી શકાય, બળમાં હાનિ ન થાય, કફ ન થાય, બીજાનું આ બધું ધ્યાનમાં રાખીને વેયાવચ્ચ કરવાની છે.
પોતાને જ્ઞાનાદિની પુષ્ટિ થાય. વેયાવચ્ચ ન કરવામાં આવે તો કર્મ-નિર્જરા અટકી જાય.
પોતાના અનુષ્ઠાન પણ વૈયાવચ્ચ કરનાર બરાબર કરે. પોતાના અનુષ્ઠાન છોડીને વૈયાવચ્ચન કરે.
ભરત - બાહુબલીએ પૂર્વ જન્મમાં પ૦૦ સાધુઓની સેવા કરેલી, જેના પ્રભાવે એકને ચક્રવર્તીપણું ને બીજાને પરાઘાતપણું મળેલું. ભરફેસર સક્ઝાયમાં સૌ પ્રથમ ભરતનું જ નામ આવે છે. એમને શી રીતે ભૂલાય? પૂર્વજન્મની વેયાવચ્ચના કારણે જ એમને અરીસાભુવનમાં કેવળજ્ઞાન મળેલું
દીક્ષા વિના જ એમને કેવળજ્ઞાન મળી ગયેલું તો દીક્ષાની જરૂર શી? એમ નહિ માનતા. એમના પૂર્વભવની સાધનાને યાદ કરજો.
મહાવીર સ્વામીનું જીવન વાંચતાં કેવળજ્ઞાન કેટલું કઠણ – કેટલું મોંઘું લાગે?
કહે કલાપૂર્ણસૂરિ .....
૪૦૧ WWW.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only