________________
સંવરથી આત્મગુણોનો આસ્વાદ મળે છે. આવો આસ્વાદ લેનાર આત્મા સ્વયં જ નૈયિક દૃષ્ટિએ તપ છે.
આગમ કે નોઆગમથી શુભ ભાવ જ સત્ય છે ઃ તમે તમારા આત્મભાવમાં સ્થિર બનો. પરભાવમાં રાચો નહિ.
સ્વ-ગૃહમાં રહેશો તો કોઈ કાઢશે નહિ. બીજાના ઘરમાં રહેવા ગયા તો તમને કાઢી મૂકવામાં આવશે.
સ્વભાવ સ્વગૃહ છે.
પરભાવ પર ઘર છે.
* અસંખ્યાત યોગો શાસ્ત્રોમાં બતાવેલા છે.
ધ્યાનના ચાર લાખ ભેદો તો સ્કૂલ છે. બાકી એકેક ભેદમાં પણ અનેક ભેદો – અનેક સ્થાનો હોય છે. આ બધામાં મુખ્ય યોગ નવ-પદ છે. નવપદ સહિતનું આત્મધ્યાન જ પ્રમાણભૂત મનાય. એને છોડીને ક્યાંય જતા નહિ. સીધા અનાલંબનમાં ભૂસકો નહિ
મારતા.
‘યોગ અસંખ્ય તે જિન કહ્યા, નવ-પદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણો રે...’’
આત્મધ્યાન કરો તો જ નવપદ પ્રમાણભૂત છે. એવો અર્થ પણ આ પદ્યમાંથી તમે ખેંચીને કરી શકો, પણ તમારો મન ફાવતો અર્થ અહીં ન ચાલે. એવો અર્થ તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે. તમે શાસ્ત્રાનુસાર ચાલવા નથી માંગતા, પણ જે કરો છો, તેને શાસ્ત્રાનુસાર બનાવવા, શાસ્ત્રનો સિક્કો મરાવવા મારી-મચડીને અર્થ કરો છો. આ માત્ર આત્મવંચના હશે.
કહે કલાપૂર્ણસૂરિ ...
Jain Education International
For Private & Personal Use Only
... ૩૯૯ www.jainelibrary.org