SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરથી આત્મગુણોનો આસ્વાદ મળે છે. આવો આસ્વાદ લેનાર આત્મા સ્વયં જ નૈયિક દૃષ્ટિએ તપ છે. આગમ કે નોઆગમથી શુભ ભાવ જ સત્ય છે ઃ તમે તમારા આત્મભાવમાં સ્થિર બનો. પરભાવમાં રાચો નહિ. સ્વ-ગૃહમાં રહેશો તો કોઈ કાઢશે નહિ. બીજાના ઘરમાં રહેવા ગયા તો તમને કાઢી મૂકવામાં આવશે. સ્વભાવ સ્વગૃહ છે. પરભાવ પર ઘર છે. * અસંખ્યાત યોગો શાસ્ત્રોમાં બતાવેલા છે. ધ્યાનના ચાર લાખ ભેદો તો સ્કૂલ છે. બાકી એકેક ભેદમાં પણ અનેક ભેદો – અનેક સ્થાનો હોય છે. આ બધામાં મુખ્ય યોગ નવ-પદ છે. નવપદ સહિતનું આત્મધ્યાન જ પ્રમાણભૂત મનાય. એને છોડીને ક્યાંય જતા નહિ. સીધા અનાલંબનમાં ભૂસકો નહિ મારતા. ‘યોગ અસંખ્ય તે જિન કહ્યા, નવ-પદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણો રે...’’ આત્મધ્યાન કરો તો જ નવપદ પ્રમાણભૂત છે. એવો અર્થ પણ આ પદ્યમાંથી તમે ખેંચીને કરી શકો, પણ તમારો મન ફાવતો અર્થ અહીં ન ચાલે. એવો અર્થ તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે. તમે શાસ્ત્રાનુસાર ચાલવા નથી માંગતા, પણ જે કરો છો, તેને શાસ્ત્રાનુસાર બનાવવા, શાસ્ત્રનો સિક્કો મરાવવા મારી-મચડીને અર્થ કરો છો. આ માત્ર આત્મવંચના હશે. કહે કલાપૂર્ણસૂરિ ... Jain Education International For Private & Personal Use Only ... ૩૯૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy