________________
'देहं पातयामि, कार्य साधयामि ।' 'करेंगे या मरेंगे ।' એમ વિચારીને સાધક કર્મ-કટક પર તૂટી પડે.
જ્ઞાન ભણવામાં, વૈયાવચ્ચમાં, ધ્યાનમાં બધા જ અનુષ્ઠાનોમાં આવો ઉત્સાહ જોઈએ. તો જ તમે જીત મેળવી શકો.
ઉત્સાહ વિના તપ થઈ શકે નહિ.
* ૪૮ લબ્ધિઓ તપથી જ પ્રગટે. પ્રશ્નઃ અત્યારે કેટલી લબ્ધિ પ્રગટે? ઉત્તરઃ મુનિઓ એવા હોય કે લબ્ધિ પ્રગટે તો પણ કહે નહિ. લબ્ધિ દેખાડવાની ઈચ્છા હોય તેવાને લબ્ધિનપ્રગટે. અત્યારે પ્રગટતી નથી, કારણકે એટલી નિઃસ્પૃહતા અત્યારે નથી રહી. શાસન - પ્રભાવનાના બહાના હેઠળ પણ અહંકારની પ્રભાવના જ કરવાની ઈચ્છા છુપાયેલી હોય છે.
અત્યારે તમે સંયમનું સારું પાલન કરો, એ પણ મોટી લબ્ધિ ગણાશે.
ભરતને નવનિધાન વગેરે મળેલા તે પૂર્વજન્મમાં કરેલી વેયાવચ્ચરૂપતપ સાધનાનું ફળ હતું. * પ્રશ્ન તપ મંગળરૂપ છે નવકાર પણ મંગળરૂપ કહેવાય છે.
બન્નેમાં ક્યુંમંગળ સમજવું? ઉત્તરઃ નવકારમાં નમો મંગળ છે. “નમો’ વિનયરૂપ છે. વિનય તપનો જ ભેદ છે. એટલે બન્ને એક જ છે. બન્ને મહામંગળ છે.
તપ, શિવ-માર્ગમાં સાચો ભોમિયો છે. “ભવોભવ મને બારે - બાર પ્રકારનો તપ કરવાની શક્તિ મળજો...” એવું નિયાણું કરો તો પણ દોષ નથી.
ભવોભવ તુમ ચરણોની સેવા એમ ભગવાનને કહીએ જ છીએ ને? સેવા વિનયરૂપ તપ જ છે.
* જ્ઞાન, તપવગેરે ઉત્કૃષ્ટ કક્ષાના હોય તો સમજવું, પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે, માટે જ અત્યારે આ ગુણો ઉત્કૃષ્ટ કક્ષાના બન્યા છે. આ જન્મમાં જો હજુ વધુ સંસ્કારો પાડીશું તો આગામી જન્મમાં એ ગુણો હજુ પણ પરાકાષ્ઠાએ પહોંચશે.
* ઈચ્છારોધે સંવરી. ઈચ્છા-રોધ એટલે સંવર, ઈચ્છા કરવી એટલે આશ્રવ.
૩૯૮ ... Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only