________________
તીર્થંકરોને નિયમા પુરુષાર્થથી જ ઘ્યાનસિદ્ધ થાય. કારણકે તેઓને બીજાને માર્ગ
બતાવવો છે.
પુરુષાર્થથી થતા ધ્યાનને ‘કરણ’ કહેવાય, સહજતાથી થતા ધ્યાનને ‘ભવન’ કહેવાય. ભવનયોગમાં મરુદેવીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. કરણયોગમાં તીર્થંકરોનું ઉદાહરણ શ્રેષ્ઠ છે.
* ઘડીયાળમાં માત્ર કાંટાઓનું જ નહિ, મશીનના બધા જ સ્પેરપાર્ટોનું મહત્ત્વ છે, તેમ સાધનામાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે તમામ અંગોનું મહત્ત્વ છે. એકની પણ ઉપેક્ષા ન ચાલે. ગૌણતા કે પ્રધાનતા ચાલી શકે, પણ ઉપેક્ષા ન ચાલે. * એકાગ્રતાપૂર્વકનું ચિંતન તે ધ્યાન છે.
ન
* યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય દ્વારા કર્મોનો અલગ-અલગ રીતે નાશ થાય છે, તે ધ્યાન વિચાર દ્વારા સમજાશે. ક્યારેક વાંચશો તો તમને બહુ રસ પડશે. કોઈક કર્મને ઉંચે લઈ જાય, કોઈ નીચે લઈ જાય, કોઈ તલમાંથી તેલ કાઢે તેમ કર્મોને કાઢે, એવી વ્યાખ્યાઓ ત્યાં બતાવી છે.
* સાપવાળા ખાડામાં બાળક પડી ગયું. માએ ખેંચીને બહાર કાઢ્યો, બાળકને ઉઝરડા પડ્યા, લોહી નીકળ્યું, રડવા લાગ્યો. માએ સારું ક્યું કે ખરાબ કર્યું ?
બાળક તે વખતે કદાચ કહેશે ઃ માએ ખરાબ કર્યું, પણ બીજા કહેશે ઃ માએ સારું કર્યું, આમ જ કરવું જોઈએ.
ગુરુ પણ ઘણીવાર શિષ્યનો નિગ્રહ કરે તે આ રીતે તેને વધુ દોષથી બચાવવા. શિષ્યને ત્યારે ભલે ન સમજાય, પણ ગુરુના નિગ્રહમાં તેનું કલ્યાણ જ છૂપાયેલું હોય છે.
* સંયમ ઢાલ છે. તપ તલવાર છે. કર્મોના હુમલા વખતે આ તલવાર અને ઢાલ સાથે રાખવાના છે, તેનો ઉપયોગ કરવાનો છે.
યુદ્ધ મેદાનમાં રજપૂતો કેસરીયા કરીને તૂટી પડે. તેનો એક જ નિર્ધાર હોય ઃ કાં વિજય મેળવીને આવીશ. કાં શહીદ બનીશ. કાયર નહિ બનું.
સાધકનો પણ આવો જ નિર્ધાર હોય. તો જ કર્મ-શત્રુ પર જીત મળી શકે. ‘હવે હદ થઈ ગઈ. હવે મારે કર્મસત્તાના અંડરમાં રહેવું નથી જ. બહુ થઇ ગયું. અનંતોકાળ વીતી ગયો. હવે ક્યાં સુધી આ ગુલામી સહવી ?’
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
626
www.jainelibrary.org