________________
* બુદ્ધિ બળ આદિ ઘટતા ગયા, તેમ તેમ આગમોના ગૂઢ રહસ્યોને સમજાવવા અનેક પ્રકરણ ગ્રંથો પૂર્વાચાર્યો બનાવતા ગયા. એકલા હરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ ગ્રન્થ
રચ્યા.
પોતાનું સંપૂર્ણ જીવન એમાં રેડી દીધું. એમના પછી થયેલા દરેક ગીતાર્થોએ હરિભદ્રસૂરિજીનું સમર્થન કર્યું. એમણે લગભગ દરેક સ્થાને પૂ. હરિભદ્રસૂરિજીને આગળ ર્યો છે.
ગુરુવારે, આ. વદ - ૪, ૨૮-૧૦-૯૯.
ગુજરાતી વાંચન, બાહ્ય વાંચન એટલું વધી ગયું કે સાધનાનુસારી વાંચવાનું સાવ જ ભૂલાઈ ગયું. જીવન આખું પરલક્ષી બની ગયું.
અધ્યાત્મગીતામાં માત્ર ૪૮ જ ગાથાઓ છે, પણ સાધના માટેનો અદ્ભુત ગ્રંથ
છે.
બધાને ખાસ સૂચના છે કે – આ કંઠસ્થ કરજો.
પંચવસ્તુક ઃ
-
પ્રશ્ન ઃ નવકારશી આદિના પચ્ચક્ખાણ લીધા પછી બીજા માટે આહારાદિ લાવી શકાય ? કારણકે કરણ – કરાવણ – અનુમોદન ત્રણ રીતે પાપનો ત્યાગ થાય છે. ઉત્તર ઃ નવકારશી આદિના પચ્ચક્ખાણ સ્વયં પાલન માટે છે. બીજા માટે આહારાદિ લાવવામાં દોષ નથી. તમને મીઠાઈ બંધ હોય તો બીજામાટે ન લવાય એવું નથી. જો એમ થાય તો સેવાયોગ જ ઉડી જાય. વિનય-વૈયાવચ્ચ જતા રહે તો સાધનામાં રહે શું ?
કહે કલાપૂર્ણસૂરિ
૪૦૦ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.