________________
શ્રીમતી પન્નાબેન દિનેશભાઈ રવજીભાઈ મહેતા પરિવાર આયોજિત ઉપધાન-તપ-પ્રારંભ, ૩૮૦ આરાધકો.
બુધવાર, આ. વદ - ૩, ૨૭-૧૦-૯૯.
* નવપદોની આરાધના કરવી એટલે આત્માના જ શુભભાવોની આરાધના કરવી. અરિહંતાદિ પદો આપણી જ વિશિષ્ટ અવસ્થાઓ છે. આપણામાંથી કોઈ અરિહંત બનીને કે કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ બનીને સિદ્ધ બનવાના.
આખરે સિદ્ઘ તો બનવું જ પડશે ને ? આજે કે કાલે, એના વિના ઉદ્ધાર તો નથી જ. * જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આરાધના એ જ જન્મમાં મુક્તિ આપે. કાળ, સંઘયણ, વગેરેની અનુકૂળતા ન મળે તો ૨ કે ૩ ભવ, ૭-૮ ભવ તો બહુ થઈ ગયા. આટલા ભવોમાં તો મોક્ષ મળવો જ જોઈએ.
જ્યારે પણ સિદ્ધિ મળશે અરિહંતાદિની ભક્તિથી જ મળશે. તો શા માટે અત્યારથી જ અરિહંતાદિની ભક્તિ આરંભી ન દેવી ?
* શુક્લધ્યાનના કુલ ચારમાંથી બે ભેદથી કેવળજ્ઞાન મળે, શેષ બે અયોગી ગુણઠાણે મળે.
ધ્યાન વિચારમાં હમણાં જ ધ્યાનના કુલ ભેદો ૪ લાખ ૪૨ હજાર ત્રણસો અડસઠ (૪૪૨૩૬૮) વાંચી આવ્યા.
ધ્યાન બે રીતે આવે. ૧) પુરુષાર્થથી અને ૨) સહજતાથી...
૩૯૬ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jamnelibrary.org