________________
નવપદમાં છે.
જે મોક્ષમાં જવું છે તે સિદ્ધો અહીં (નવપદમાં) છે જે બનીને સાધના કરવી છે તે સાધુ આદિ આમાં છે, જેની આપણે સાધના કરવી છે તે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અહીં
છે.
હવે જોઈએ શું? નવપદની દોસ્તી ગમશે?
આપણેતોચોરડાકુ જેવા વિષય-કષાયો સાથે દોસ્તી કરી બેઠા છીએ. એદોસ્તીના કારણે ભૂતકાળમાં ઘણીવાર નરક-નિગોદની મુસાફરી કરી છે. હજુ પણ એ દોસ્તી નહિ છોડીએ તો એ જ આપણું ભવિષ્ય છે.
એડાકુઓના નિવારણ માટે કોઈ (ગુરુ આદિ) સમજાવે તો આપણે તેના પર ગુસ્સે થઇ જઈએ છીએ.
જે ભલું નવપદોએ ક્યું છે કે કરશે તે કોઇ નહિ કરી શકે. જે ભૂ વિષય-કષાયોએ ક્યું છે તે કોઈ નહિ કરી શકે. કોની દોસ્તી કરવી છે તે આપણે વિચારવાનું છે. પ્રશ્નઃ આ દિવસોમાં અસઝાયે શા માટે? ઉત્તરઃ નવપદની આરાધના બરાબર થઈ શકે માટે. મંત્રાદિનો જાપ બરાબર થઈ શકે માટે, એમ સમજી લો.
* ગુરુ પાસે કલાક બગાડ્યો ન કહેવાય એ એકાદ કલાકમાં અનુભવની અનેક વાતો જાણવા મળશે, જે બીજે ક્યાંયથી નહિ મળે, નવપદોની આરાધનામાં ટાઈમ બગડ્યો ન કહેવાય. એ જ આરાધનામાં જીવનની સફળતા છે.
* પ્રભુ મનમાં હોય તો તેને ચંચળ બનાવનાર એક પણ તત્ત્વ અંદર પેસી શકે નહિ. સિંહ બેઠો હોય તે ગુફામાં શિયાળ આદિની શી તાકાત છે કે પ્રવેશ કરી શકે?
આપણી હૃદય ગુફામાં સિંહ સમ ભગવાન બેઠા રહે તો આપણે નિર્ભય! ભગવાન જતા રહેતો આપણે ભયભીત!
ભગવાન જતાં જ ભય આવે. ભગવાન આવતાં જ ભય ભાગે
* ચંડકૌશિક, ગોવાળ, સંગમ વગેરે ગમે તે કરી જાય છતાં ભગવાન કાંઈ ન કરે એ કાયરતા કહેવાયકે વીરતા? દુન્યવી દૃષ્ટિએ કાયરતા કહેવાય, પણ લોકોત્તર દૃષ્ટિએ વીરતા કહેવાય.
કહે કલાપૂર્ણસૂરિ .......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org