________________
કષાયોના નાશથી એવી સમતા પેદા થાય છે જ્યાં ગમો અણગમો નષ્ટ થઇ જાય
છે.
એમ તો ગ્રાહક પાસે વેપારી આદિ પણ સમતા રાખે છે, પણ એ સમતા આત્મશુદ્ધિ કરનારી નથી. સાધુની સમતા આત્મશુદ્ધિ કરનારી છે.
કષાયોની માત્રા ઘટતી જાય તેમ સમતાની માત્રા વધતી જાય.
૪, ૫, ૬, ૭ ઈત્યાદિ ગુણસ્થાનોમાં ક્રમશઃ આ કારણે જ આનંદ વધતો જાય છે. એક ગુણઠાણામાં પણ શુદ્ધિના કારણે ઘણા પ્રકારો હોય છે.
આનંદ શ્રાવક પાંચમા ગુણઠાણાની એવી સીમાએ પહોંચ્યા હતા, જ્યાં તેમને નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એવું અવધિજ્ઞાનકે ગૌતમસ્વામી જેવા પણ એકવાર વિશ્વાસ ન કરી શક્યા.
કષાય - નાશના લક્ષપૂર્વક આપણી સાધના ચાલતી જ રહે, ચાલતી જ રહે તો આનંદ વધતો જ રહે વધતો જ રહે, તેજલેશ્યા વધતી જ રહે “તેજ' એટલે આનંદ, સુખ.
ચય તે સંચય આઠ કર્મનો.” * ચારિત્રની નિર્યુક્તિ ભદ્રબાહસ્વામીએ આ પ્રમાણે કરી છે: ચા = ચય
રિત = રિક્ત – ખાલી કરવું. અનંતા ભવોના ક્મનો કચરો ખાલી કરી આપે તે ચારિત્ર. અત્યાર સુધી આપણે કર્મનો કચરો એકઠો કરવાનું જ કામ છે. ચારિત્રકચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે.
કર્મોને એકઠા કરવાનું કામ કષાયનું છે. ચારિત્રકચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે. કર્મોને સાફ કરવાનું કામ ચાસ્ત્રિનું છે. બેમાંથી શું પસંદ કર્યું છે? કષાય કે ચારિત્ર?
* વ્યવહાર ચારિત્ર ચુસ્તપણે પાળીએ તો નિશ્ચય ચારિત્ર (ભાવ-ચારિત્ર) પ્રાપ્ત થાય.
જેમ સુવર્ણ (સોનું) દ્રવ્ય પાસે હોય તો માલ મળે, તેમ અહીં પણ દ્રવ્ય ચારિત્રથી ભાવચારિત્ર મળે છે.
૩૮૪ ...
» કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org