________________
ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિરતા.
* ‘‘અસાયં છુ ચારિત્ત વ્યસાય સહિઞો ન મુળી હોડ્ ।'' અકષાય એ જ ચારિત્ર. કષાયસહિત મુનિ ન હોય.
* કષાય ચારિત્ર મોહનીય કર્મ છે, ચારિત્રાવરણીય કર્મની હાજરીમાં ચારિત્ર શી રીતે હોઈ શકે ? માટે જ કહું છું : જ્યારે તમે કષાય કરો છો, તે જ ક્ષણે ચારિત્ર ભાગી જાય છે.
ચારિત્રની ચોખ્ખી વાત છે ઃ ‘જ્યાં કષાય હોય ત્યાં હું ન રહી શકું. તમારે કોને રાખવો છે ? કષાયને કે મને...?’
એક તરફ તમે કહો છો ઃ મારે સંસારમાં એવું નથી. ઝટપટ મોક્ષે જવું છે, ને બીજી તરફ તમે કષાય કર્યા કરો. આ શી રીતે ચાલે ?
કષ = સંસાર
આય = લાભ
જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય.
* ‘“સર્વભૂતાવિનામૂર્ત સ્તં પશ્યન્ સર્વવા મુનિઃ । મૈાવિ-ભાવ-સંમન્નઃ વનેશાંશપ સ્પૃશેત્ ।।”
સર્વ જીવો સાથે પોતાને અભિન્ન જોતો મુનિ કષાયને આધીન શી રીતે બને ? * સંસાર જો સાગર છે. તો ચારિત્ર જહાજ છે. મોટા પણ સમુદ્રનેનાનકડુંવહાણ તરી જાય છે. તેમ અનંત સંસારને એકભવનું ચારિત્રતોડી-ફોડીને એક બાજુ મૂકી શકે છે.
દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ શુંર્યું? છ મહિનામાં તો, આ ચારિત્રના પ્રભાવથી સંસારના ભૂક્કા કાઢી નાખ્યા.
* નાના હતા ત્યારે આપણે ધૂળમાં રમતા હતા. હવે મોટા થઈ ગયા એટલે એ મૂકી દીધું. પણ પરભાવની રમણતા હજુ ક્યાં છોડી છે ? માટે જ જ્ઞાનીઓની નજરે હજુ આપણે બાળક જ છીએ.
ચારિત્રથી ‘બાલતા’ જાય છે, ‘પાંડિત્ય’ આવે છે.
* આત્મ સ્વભાવરૂપ ચારિત્ર આવતાં ક્ષમા પાંચમા પ્રકારની સ્વભાવક્ષમા બને છે. * ચારિત્રનો પ્રારંભ સામાયિકથી.
ચારિત્રની પૂર્ણતા યથાખ્યાતમાં.
- યોગસાર
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૩૮૧
www.jainelibrary.org