________________
જ્ઞાન તમારા આત્માને તો અજવાળે, પણ તમે એનાથી બીજાને પણ અજવાળી
શકો.
જ્ઞાનથી જેટલો ઉપકાર થાય, તેટલો બીજાથી ન થાય.
શ્રુતજ્ઞાન લઈ – આપી શકાય, બીજા જ્ઞાન નહિ. માટે જ શ્રુતજ્ઞાન સિવાય શેષ ૪ જ્ઞાન મૂંગા કહ્યા છે.
જ્ઞાન ગુણ એક છે, પણ પર્યાયો અનંત છે. કારણ? શેય પદાર્થો અનંત છે માટે.
આપણે ભગવાનના જોયબન્યાકેનહિ? આપણા જેટલા પર્યાયો છે તે ભગવાનના જ્ઞાનના પર્યાય બની જવાના. હવે એ પર્યાયો સારા બનાવવા કે ખરાબ? તે આપણે જોવાનું છે.
આમ તો ભગવાનના કેવળજ્ઞાનમાં આપણા બધા જ પર્યાયો પ્રતિબિંબિત બની જ ચૂક્યા છે, છતાં આ દૃષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સ્વસુધારણા ઝડપથી થશે. કેવળજ્ઞાનીની નજરે હું આવો ભૂંડો દેખાઉં! તે શોભે? - આ વિચારણા દોષ - નિરસનમાં કેટલો વેગ આપે?
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org