________________
પ્રકાશ છે.
સૂર્ય જતો રહે ને અંધારું છવાઈ જાય. ચિંતન – મનનના દ્વાર બંધ કરી દો.
માનસ- મંદિરમાં અંધારું છવાઈ જશે. એવું અંધારું કે ક્રોડો દીવાઓથી પણ ન હટે.
જ્ઞાન ગુરુદ્વારા આવે છે. માટે કદી ગુરુને છોડતા નહિ. પ્રશનઃ ગુરુ બીજા ન કરી શકાય?
મા-બાપ બીજા કરી શકાય?
દત્તકપદ્ધતિથી કદાચ મા-બાપ બદલાઈ જાય, (જો કે તો પણ તે પુત્ર મૂળ માબાપને કદી ભૂલતો નથી.) પણ અહીં ગુરુ શી રીતે બદલાવી શકાય?
સત્તામાં કેવળજ્ઞાનનો સૂર્ય ઝળહળી રહ્યો છે. જ્ઞાનાવરણીય રૂપ ઘોર વાદળાઓએ એ કેવલ્ય સૂર્યને ઢાંકી દીધો છે. કેવલ્ય સૂર્યના આવરણને હટાવવા માટે જ અધ્યયન કરવાનું છે, પ્રભુ ભક્તિ કરવાની છે.
ભક્તિ કરતા જશો તેમ જ્ઞાન ઊઘડતું જશે. જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા.”
- પં. વીરવિજયજી. ભગવાને સ્વયં કહ્યું છે જે ગુરુને માને છે તે મને માને છે. * “નો ગુરું મન્ન સો પં મન્ન”
ગુરુપદની સ્થાપના કરનાર પણ ભગવાન જ છે ને? “મારા કરતાં ગુરુને ઓછું મહત્ત્વ આપજો.” એવું કદી ભગવાને કહ્યું છે?
ભગવાને તીર્થની સ્થાપના કરી ત્યાર પછી ૩૦ વર્ષ સુધી લગાતાર નિરંતર તેને દઢ બનાવ્યું. હવે બાકીના ૨૧ હજાર વર્ષ શાસન ચલાવનાર ગુરુ જ છે ને? ગુરુને છોડો તો ભગવાનને જ છોડ્યા ગણાય.
દેવ, ગુરુને ધર્મ- આ ત્રણમાં ગુરુ વચ્ચે છે, જે દેવને તેમ જ ધર્મને ઓળખાવે છે. “મધ્યપ્રદ ૩દ્યન્ત 'ગુરુ પકડતાં દેવ અને ધર્મ સ્વયં પકડાઈ જશે તેમ ગુરુ છોડતાં દેવ અને ધર્મ બન્ને આપોઆપ છુટી જશે.
સમ્યગૂ જ્ઞાનથી વિપર્યાસ બુદ્ધિ, સ્વચ્છંદ મતિ ઈત્યાદિનો ધ્વંસ થાય છે.
કહે કલાપૂર્ણસૂરિ
... ૩૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org