________________
શુક્રવારે, આ. સુદ ૧૨૧૩, ૨૨-૧૦-૯૯.
* નિગોદથી સંયમ સુધી પહોંચાડનાર ભગવાન જ છે. આપણું પુણ્ય ભલે ઓછું હોય. ભગવાનનું પુણ્ય પ્રબળ છે. ઉત્તમ કુળાદિમાં જન્મ થવો આપણા હાથમાં હતું ? આ બધું કોણે ગોઠવી આપ્યું ? કદી ભગવાન યાદ નથી આવતા ?
ગુરુ, વડીલ સર્વ જીવોનો પણ આપણા પર ઉપકાર છે. એટલી લાંબી નજર ન પહોંચે તો કમ સે કમ ભગવાનને તો યાદ કરો.
મારી મહેનતથી મેં આ બધું મેળવ્યું કે વિદ્વાન બન્યો, એવું ન વિચારો, દેવ-ગુરુ પસાય’ વારંવાર બોલીએ છીએ, તે હૃદયથી બોલતાં શીખો.
ધર્મની કિંમત વધારે કે તેને આપનારની ? ધનની કિંમત વધારે કે તેને આપનારની ? આપણે આપનારને ભૂલી જઈએ છીએ. ધન મળી ગયા પછી, આપનારને કોણ પૂછે છે ? બધું મળી ગયા પછી, ભગવાનને કોણ પૂછે છે ? હેમચન્દ્રસૂરિજી જેવા ભગવાનને કહે છે ઃ
'भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम् ।”
66
ભગવન્ ! તમારી કૃપાથી જ હું આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યો છું.
બાકી રહેલી ભૂમિકા (સિદ્ધિ) પર પણ ભગવાન જ પહોંચાડશે, એવી શ્રદ્ધા હોવી
જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૩૭૩
www.jainelibrary.org