________________
સત્તા : બેલેન્સ. આ તમારી પૈસાની ભાષામાં વાત સમજવી. આત્માની અનંત વીર્યશક્તિ સત્તામાં પડેલી છે.
અધ્યાત્મશાસ્ત્ર કહે છે ઃ ‘‘પરમાત્મ તત્ત્વ તમારા નામે બેન્કમાં જમા છે. તમે ચાહો ત્યારે મેળવી શકો છો.’
પણ આપણને તે મેળવવાની કદી રુચિ જ થતી નથી.
પણ આ બધી વાતોથી શું ? એ સ્વરૂપ મેળવો. મેળવવા મથો. ધૂમાડાથી પેટ નહિ ભરાય. ‘ધૂમાડે ધીજું નહિ સાહિબ. પેટ પડ્યા પતીજે’ એમ પ્રભુને કહો.
સાધુપણા જેવી ઊંચી પદવી પામ્યા પછી પણ જો પરમ તત્ત્વની રુચિ ન હોય તો થઈ રહ્યું.
* વસ્તુતત્ત્વ એટલે આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ. એનું કારણ દેવ-ગુરુની આરાધના.
એના પ્રત્યે બહુમાન જાગવું તે સમ્યક્ત્વ.
આપણી બધી જ ક્રિયાઓ અંદર પડેલા પરમ ઐશ્વર્યને પામવાની ઝંખનાથી પેદા થયેલી હોવી જોઈએ. તો જ એ ક્રિયાઓ સત્ક્રિયા બને.
સમ્યક્ત્વ એટલે અંદર પડેલી પ્રભુતાને પ્રગટાવવાની તીવ્ર ઈચ્છા ! ‘શુદ્ધ દેવ – ગુરુ – ધર્મ પરીક્ષા....’
સુદેવ, સુગુરુ, સુધર્મ એ જ મારા. બીજા કુદેવાદિ નહિ, આવી શ્રદ્ધા તેવ્યવહાર સમ્યક્ત્વ. * ઔપશમિક સમ્યગ્દર્શન પાંચ વાર, ક્ષાયોપશમિક અસંખ્યવાર અને ક્ષાયિક સમ્યગ્દર્શન એક જ વાર મળે. તે મોક્ષ આપીને જ રહે.
હમણા આપણા ભાવો ક્ષયોપશમના છે. કેટલીયે વાર આવે ને જાય. માટે જ આપણે સાવધાની કેળવવાની છે.
* ‘‘જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર-તરુ નવિ ફળ્યો...''
આપણી અંદર પડેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ત્વની રાહ જોઈ રહ્યા છે. કારણકે સમ્યક્ત્વથી જ તેઓ ઊજળા છે. સમ્યક્ત્વ સુવર્ણ-રસ છે, જેના સ્પર્શથી અજ્ઞાન, જ્ઞાન અને અચારિત્ર ચારિત્ર બની જાય છે.
સમ્યક્ત્વ વગરના જ્ઞાન અને ચારિત્ર એટલે તલવાર વગરની મ્યાન ! માત્ર મ્યાનથી લડાઈ જીતી શકાય?
૩૭૨ ...
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.erg