________________
“અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધાતે આતમાં, શું મુંડ શું લોચે રે ?..”
જે સદા અપ્રમત્ત રહે, કોઈપણ પ્રસંગે હર્ષ શોક ન કરે એવા શુદ્ધ સાધુ તે બીજા કોઈ નહિ આપણો જ આત્મા છે.
બાહ્યદષ્ટિ માત્ર સાધુ – વેષને જુએ, પણ પંડિત એનો ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જોઈને એની સાધુતા નક્કી કરે.
સાધના દ્વારા સિદ્ધિને સાધે તે સાધુ. નવપદમાં સાધ્ય, સાધક અને સાધના ત્રણેય છે.
દેવ સાધ્ય, ગુરુ સાધક અને ધર્મ સાધન છે. અરિહંત-સિદ્ધ દેવ છે. આચાર્યઉપાધ્યાય-સાધુ ગુરુ છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ ધર્મ છે.
* નવપદને ભૂલવા એટલે આપણા આત્માને ભૂલવો. નવપદને યાદ કરવા એટલે આપણા આત્માને યાદ કરવો.
નવપદો સાથે જોડાયેલો આત્મા નહિ ખોવાય. દોરાથી પરોવાયેલી સોયન ખોવાય તેમ.
- સમ્યગ્દર્શનઃનિપુર-તત્તે -નવનવાસ, નમો નમો નિષ્પન્ન-
વં શ ” ગુણને વાંદવાથી ગુણીને પણ વંદન થાય જ છે. ગુણ-ગુણીનો અભેદ છે. એ ગુણધારી અવિરત સમ્યગ્દષ્ટિ હોય તો પણ નમસ્કરણીય બને છે. નમસ્કાર તેની અવિરતિને નહિ, ગુણને છે.
* અપથ્ય આહાના સેવનથી શરીરને નુકશાન થાય તેમ અહંકાર, ઈર્ષા, નિર્દયતા, આદિથી આત્માને નુકશાન થાય.
મૈત્રી આદિ ૪, જ્ઞાનાદિ ૩ વગેરે આત્માનું પથ્ય છે. વિપર્યાસબુદ્ધિ, હઠ, વાસના, વગેરેમિથ્યાત્વ-આત્માનું ભયંકર અહિતકર અપથ્ય છે. પથ્યથી ભોજનરુચિ જાગે અપથ્યથી ભોજનરૂચિ નષ્ટ થાય. તેમ આત્માને પણ પથ્યથી દેવ-ગુરુ-ભક્તિ આદિ ખૂબ જ ગમે. * પરમ નિધાન એટલે ભગવાન.
૩૭૦ ... Jain Education International
... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org