________________
એમ કહેવુંઠીકપડશે. એમના શબ્દોથી એમની સાધના જણાય છે. - આચાર્ય પદ - “નમું સૂરિરાજા સદા તત્ત્વ તાજા, જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા; પવર્ગવર્ગિતગુણે શોભમાના, પંચાચાને પાલવે સાવધાના...”
સૂર્યનો ઉદય થતાં ચન્દ્રાદિનું તેજ ઝાંખું પડી જાય છે. જ્યોતિષમાં પણ રવિયોગ પ્રબળ હોય ત્યારે બીજા યોગો નબળા પડી જાય છે. શાસનમાં સૂરિ ભગવંત પ્રભાવક બને છે ત્યારે અન્યદર્શનીઓ ઝાંખા બની જાય છે.
નમું સૂરિરાજા, સદા તત્ત્વ તાજા, એમની પાસે નવું-નવું તત્ત્વજ્ઞાન ઝર્યા જ કરે. આથી ‘તત્ત્વ તાજા કહ્યું.
ફલોદીમાં પૂ.લબ્ધિસૂરિ મ. નું ચાતુર્માસ.
ફુલચંદજી ઝાળક ખૂબ જ તત્વપ્રેમી. વિદ્વાનોને વિદ્વદ્ગોષ્ઠી ગમે. આચાર્યશ્રી પાસે તેઓ રાત્રે ગૂઢ પ્રશ્નો કરે. અમે પૌષધમાં હોઈએ ત્યારે ઘણીવાર સાંભળીએ. રાત્રે ૧૨ પણ વાગી જાય. તત્ત્વની વાતોમાં રાત વીતી જાય. આચાર્ય આવા તત્ત્વ-તાજા' હોય.
* આચાર્યમાં ગુણ કેટલા? “ષટ્વર્ગ – વર્ગિત'.
એટલે? ૬ નો વર્ગ - ૩૬.૬ x ૬ = ૩૬. ૩૬ નો વર્ગ – ૧૨૯૬. ૩૬ X ૩૬ = ૧૨૯૬.
આટલા ગુણો આચાર્યના હોય. સાવધાન થઈને પંચાચાર પાળનારા હોય.
૧૦વર્ષની ઉંમરથી (ઠ હૈદ્રાબાદથી) હુઆ (નવપદની) પૂજાની ઢાળો ગાઉં છું. આજે પણ એટલો જ રસ પડે છે. દિન-પ્રતિદિન નવા-નવા અર્થોનીકળતા લાગે. આ ચીજ મારે ભાવિત બનાવવી છે. જે છે તે આમાં છે. આમાં છે તે ક્યાંય નથી.
આ ઢાળો પાકી કરવા જેવી છે, યાદ રાખવા જેવી છે.
આપણા આચાર્ય, ઉપાધ્યાય વગેરે કેવા હોય? તેનું સ્વરૂપ તો જાણીએ. જાણીશું તો તેવા બનવાની ઈચ્છા થશે, તેમના ગુણો મેળવવાની ઇચ્છા થશે.
જ્ઞાન - દર્શનાદિનું સ્વરૂપ જાણીશું તો તે અપનાવવાનું મન થશે. કહે કલાપૂર્ણસૂરિ
... ૩૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org