________________
આત્મા કર્મમુક્ત બની ઉપર કઈ રીતે જાય છે ? તે જણાવવા ૪ દૃષ્ટાંતો બતાવ્યા
છે.
(૧) પૂર્વપ્રયોગ ઃ કુંભારનો ચાકડો દંડથી હલાવ્યા પછી પોતાની મેળે થોડીવાર ફરતો એ છે તેમ સિદ્ધો અહીંથી કર્મમુકત બન્યા પછી ઉપર જાય છે. કર્મમુક્ત થવું એ જ એક પ્રકારનો ધક્કો છે, પૂર્વપ્રયોગ છે.
(૨) ગતિ પરિણામ : જીવનો સ્વભાવ છે ઉપર જવાનો. જેમ અગ્નિનો ઉપર જવાનો સ્વભાવ છે.
(૩) બંધન છેદ ઃ એરંડાનું ફળ પાકતાં જેમ ઉપર જાય તેમ કર્મમુક્ત થતાં જીવ ઉપર
:
જાય.
(૪) અસંગઃ માટીના સંગવાળી (લેપવાળી) તુંબડી ડૂબે, પણ માટીનો લેપ નીકળી જાય તો પાણીની સપાટી પર આવી જાય, તેમ કર્મનો લેપ નીકળતાં જીવ ઉપર જાય.
* સિદ્ધોનું સુખ કેવું ? ઉપમા ન આપી શકાય તેવું. જન્મથી જ જંગલમાં રહેનારો ભીલ, શહેરમાં રાજાનું સુખ માણી આવે ને પાછો ઘેર આવે તો તે કેવી રીતે વર્ણવી શકે? એવી જ દશા શાનીઓની હોય છે. જાણે, પણ બોલી શકે નહિ.
આવા સિદ્ધોની ઝલક ધ્યાનદશામાં યોગીઓ ક્યારેક જોઈ લે છે.
એ સિદ્ધોનું ધ્યાન થવાથી આપણને સમાધિ લાગે છે.
અરિહંતનું ધ્યાન અરિહંત બનાવે તેમ સિદ્ધનું ધ્યાન સિદ્ધ બનાવે છે.
આવા સિદ્ધોનું ધ્યાન શી રીતે થઈ શકે ? એમના ગુણોનું, પ્રતિમાનું, ‘નમો સિદ્ધાણં’ એવા પદોનું આલંબન લેવાથી થઇ શકે.
ધ્યાતા ધ્યેય ધ્યાન
જ્ઞાતા જ્ઞેય જ્ઞાન
સાધક સાધ્ય સાધન
ઉપાસક ઉપાસ્ય ઉપાસના
આ ત્રણેયનું એકીકરણ સમાપત્તિ છે.
* નવપદો અંગે જેટલી આજે કૃતિઓ મળે છે, એ કૃતિઓ, એમણે ધ્યાનથી અનુભૂતિ કરીને બનાવેલી છે. ‘બનાવેલી છે.’ એમ કહીએ તે કરતાં ‘બની ગઈ છે.’
૩૫૮ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org