________________
મંગળવાર, ૧૯-૧૦-૯૯, શા. સુદ-૯.
* આપણે સાધક બનવું હોય તો આ ત્રણ (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) માંથી કોઈપણ એકના ગુણો મેળવી લઈએ તો કામ થઈ જાય. અરિહંત - સિદ્ધ સાધ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધક છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સાધન છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની પરાકાષ્ઠા સૂરિમાં છે.
આચાર્ય ‘તત્ત્વતાજા' કહેવાયા છે. પુનરાવર્તનના પ્રભાવથી એમનું તત્વ તાજું જ રહે છે. ઉપાધ્યાય આદિ સૌને તેઓ ભણાવે છે.
ખરેખર તો બીજાને ભણાવવું એટલેજસ્વયંભણવું. એથી આગળ વધીને જીવનમાં આવી જાય તે જ સાચું જ્ઞાન કહેવાય.
આચાર્યદ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુરૂપ દેશના આપે છે. દ્રવ્યથી વ્યક્તિ. ક્ષેત્રથી દેશ. કાળથી સમય. ભાવથી શ્રોતાના ભાવો જોઈને દેશના આપે.
આચાર્ય “શુદ્ધ જલ્પા' કહેવાયા છે. એટલે શાસ્ત્રાનુસારી બોલનારા કહેવાયા છે.
ભમરો પુષ્પ-રસ પીએ તેમ આચાર્ય પરમાનંદનો રસ પીએ છે, આથી જ તેઓ તાજા છે.
આચાર્યસાધ્યમાં અત્યંત એકનિષ્ઠ હોય છે. ગમે તેવા વિદનોમાં પણ ધ્યેય-નિષ્ઠા છોડતા નથી.
* જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં જેમ-જેમ વીર્ય ફોરવીએ તેમ તેમ આપણું વીર્ય ૩૬૦ ...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.od