________________
- શાસનની ધુરાને વહન કરનાર, વાચના- દાનમાં સમર્થ ઉપાધ્યાયને નમસ્કાર હો!
દ્વાદશ - અંગ સઝાય કરે છે, પારગ – ધારગ તાસ...”
દ્વાદશ અંગનો સ્વાધ્યાય તો કરે જ, પણ પારગામી પણ હોય, ઘારક પણ હોય. સૂત્ર – અર્થનો વિસ્તાર કરનારા હોય.
ટીકા વગેરે એના સાક્ષીઓ છે. હરિભદ્રસૂરિજીએદશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં જ કેટલો વિસ્તાર ર્યો છે?
આવશ્યક ટીકામાં ઘણો વિસ્તાર છે, છતાં લખે છેઃ આ લઘુ ટીકા છે. ભાવિમાં કોઈ સમજશે, એમ સમજીને મહાપુરુષોએ ટીકા આદિ લખ્યું છે.
“યાન - વિચાર’ ગ્રન્થ મને મળ્યો. હું આનંદિત થઇ ઊઠ્યો. મેં વિસ્તારથી લખ્યું : ભાવિમાં કોઈ જિજ્ઞાસુને કામ લાગશે. એ આશયથી લખ્યું છે. પણ હજુ સુધી એક પત્રનથી આવ્યો જેમાં પૂછાવ્યું હોય. મને આ નથી સમજાતું માર્ગદર્શન આપો. બોલે જ કોણ?
પત્થર જેવા જડ શિષ્યમાં પણ જ્ઞાનના કૂંપળ ઉપાધ્યાયની કૃપાથી ફૂટી શકે.
આવો મૂર્ખ, વિદ્વાન થઈ જાય, પછી એ ઉપકારી ઉપાધ્યાયને ભૂલી શકે? “રજકુંવર સરિખા ગણચિંતક...”
આચાર્ય રાજા છે. તો ઉપાધ્યાય રાજકુમાર છે, યુવરાજ છે. યુવરાજ ભવિષ્યનો રાજા છે. ઉપાધ્યાય ભાવિના આચાર્ય છે.
એમનો તો ભવ-ભય ટળ્યો, પરંતુ એમને વંદે તેનો પણ ભવ-ભય ટળે.
કહે કલાપૂર્ણસૂરિ ....
૩૬૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only