________________
આપણને બતાવી છે.
ફરી તરસ, ફરી પાણી, ફરી ભૂખ, ફરી ભોજન, તેમ ફરી પ્રમાદ, ફરી કાયોત્સર્ગ! ભોજન – પાણીમાં કંટાળો નહિ તો કાયોત્સર્ગમાં કંટાળો શાનો ? આયરિય ઉવજ્ઝાયવાળો બે લોગસ્સનો ૫૦ શ્વાસનો કાઉસ્સગ્ગ ચારિત્ર શુદ્ધિ માટે, પછીનો ૨ ૫ શ્વાસનો કાઉસ્સગ્ગ દર્શન શુદ્ધિ માટે. ત્યાર પછીનો ૨ ૫ શ્વાસનો કાઉસ્સગ્ગ જ્ઞાન શુદ્ધિ માટે.
પ્રિયધર્મી – પાપભીરૂ સંવિગ્ન સાધુ જ આવો કાયોત્સર્ગ વિધિપૂર્વક કરી શકે. એનું કારણ ચારિત્ર સાર છે, એ બતાવવા અહીં પશ્ર્ચાનુપૂર્વીથી ક્રમ છે.
ચારિત્રની રક્ષા માટે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. માટે પછી એના કાયોત્સર્ગ કરવાના છે.
चरणं सारो, दंसण - नाणा अंगं तु तस्स निच्छयओ ।
નિશ્ચયથી આત્માર્થી જીવોએ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન : જ્ઞાન, દર્શનાદિ આચારોના અતિચારો તો આપણે બોલીએ છીએ પણ તેની પ્રતિજ્ઞા ક્યારે લીધી ?
ઉત્તર ઃ કરેમિ ભંતેમાં જ સામાયિકની પ્રતિજ્ઞા નથી લીધી ? સામાયિક ત્રણ પ્રકારનું છે. શ્રુત (જ્ઞાનાચાર) સમ્યકૃત્વ (દર્શનાચાર) અને ચારિત્ર સામાયિક (ચારિત્રાચાર)
* દશવૈકાલિકની રચના પહેલા આચારાંગના પ્રથમ અધ્યયન પછી જ વડીદીક્ષા
થતી.
– ચઉવિસત્થોથી દર્શનાચારની
વંદનથી દર્શનાચાર અને જ્ઞાનાચારની, પ્રતિક્રમણથી ચારિત્રાચારની પચ્ચકખાણથી ચારિત્રાચારની, કાઉસ્સગથી તપ-આચારની
પચ્ચક્ખાણથી તપ-આચારની આરાધના થાય છે.
પ્રશ્ન : વીર્યાચાર કેટલા પ્રકારનો ?
ઉત્તર ઃ : ૩૬ પ્રકારનો. કયા ૩૬ પ્રકાર ?
જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચાર ૧૨ = ૩૬. આ બધામાં વીર્ય ફોરવવું તે વીર્યાચાર. માટે વીર્યાચાર ૩૬ પ્રકારનો છે. ૩૬+૩૬=૭૨. કુલ પાંચે આચારના ૭૨ પ્રકાર થયા.
૩૨૮ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org