________________
બુધવાર, ૧૩-૧૦-૯૯, આ. સુદ-૪.
* સાંજે પ્રતિક્રમણ પછી ગુરુ પાસે થોડો સમય બેસવું શા માટે?
સમાચારી આદિનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગુરુ પાસે બેસવું તે એક પ્રકારનો | વિનય છે. આ વિનયચાલ્યો ન જાય માટે બેસવું
મૃતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા વગેરેની સ્તુતિ આચરણાથી કરવાની છે. આગમ પ્રમાણ છે, તેમ આચરણ પણ પ્રમાણ છે.
પ્રતિક્રમણ ઠાવ્યા પછી પ્રથમ કાઉસ્સગ્ન ચારિત્ર-શુદ્ધિ માટે છે. બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે, ત્રીજો કાઉસ્સગ્ગ અતિચાર માટે (“સયણાસણત્ર – પાણે વાળો) છે.
* દિવસમાં કરેમિભંતે કેટલી વાર? નવ વાર.
વારંવાર એટલા માટે સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરવાનું છે કે એથી સમતાભાવ આવે. સમતાભાવ યાદ આવે. સમતાના સ્થાને વિષમતા આવી હોય તો દૂર કરવાનું મન થાય.
કષાયમાં રહેવું તે સ્વભાવ કે વિભાવમાં રહેવું તે આપણો સ્વભાવ? ૨૪ કલાકમાં કેટલા કલાક સ્વભાવમાં? અને કેટલા કલાક વિભાવમાં જાય? આપણી જીવનભરની પ્રતિજ્ઞા છે- સ્વભાવમાં રહેવાની. એ પ્રતિજ્ઞા ભૂલી ગયા નથી ને?
ગૃહસ્થોની પ્રતિજ્ઞા નવ નિયમ
કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org