________________
એ જયંતી શ્રાવિકના એક પ્રશ્નના જવાબ ભગવાન મહાવીરે કહેલું છે. આપણે સૂતેલા છીએ કે જાગતા ? સમ્યગ્દષ્ટિ જાગતા કહેવાય. મિથ્યાત્વી સૂતેલા કહેવાય.
આપણામાં સમ્યક્ત્વ આવી ગયું ? ન આવ્યું હોય તો આપણે ખુલ્લી આંખે સૂતેલા છીએ, એમ માનજો.
* રોકડ નાણું વ્યવહારમાં કામ આવે. હાથમાં રહેલું શસ્ત્ર સૈનિકને કામ આવે. તેમ કંઠસ્થ જ્ઞાન આપણને કામ આવે.
ચોપડીમાં પડેલું જ્ઞાન કામ નહિ લાગે. ઉપયોગમાં આવતું જ્ઞાન જ ચારિત્ર બની શકે. ‘જ્ઞાની તીક્ષ્ણતા ચરણ તેમ...’
જ્ઞાનની તીક્ષ્ણતા તે જ ચારિત્ર છે.
પ્રતિક્ષણે ઉદયમાં આવતી મોહની પ્રકૃતિઓનો સામનો કરવા તીક્ષ્ણ જ્ઞાન જોઈશે, પ્રતિપળનો તીવ્ર ઉપયોગ જોઈશે, નહિ તો આપણે મોહની સામે હારી જઈશું.
લખવાથી કે પોથા રાખવાથી તમે જ્ઞાની બની શકતા નથી. એ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી જ જ્ઞાની બની શકો છો.
હેમ પરીક્ષા જિમ હુએ જી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીયે જી, જિહાં બહુ કિરિયા વ્યાપ’’
- પૂ. યશોવિજયજી મ. જે સમયે જે ક્રિયા ચાલતી હોય, જે જીવન જીવાતું હોય તે પ્રસંગમાં તમે એકાકાર હો, તમારું જ્ઞાન કામ આવતું હોય તો જ સાચું જ્ઞાન છે.
* સમ્યગ્દષ્ટિ માને કે, કોઈ મારો અપરાધી નથી, અપરાધી છે તો એક માત્ર કર્મ. એના કારણે જ કોઈ આપણું બગાડે છે. મારા કર્મ ન હોય તો કોણ બગાડી શકે ?
કર્મ પણ શા માટે ? કર્મનો કરનાર પણ મારો આત્મા જ છે ને ? મેં બોલાવ્યા ત્યારે જ આવ્યા ને ? નહિ તો જડ કર્મ શું કરત ?
* સંવેગઃ
સુર-નરના સુખ, દુઃખ રૂપ લાગે. મોક્ષ જ, આત્મસુખ જ મેળવવા જેવું લાગે. ‘“થવા દુઃવું સુવ્રત્વેન, દુઃસ્વત્વેન સુવું યા ।''
જ્યારે સંસારનું સુખ દુઃખરૂપ લાગે, દુઃખ સુખરૂપ લાગે ત્યારે જ સંવેગ પ્રગટ્યો
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૩૩૧
www.jainelibrary.org